Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લંડનથી જતી ફ્લાઈટમાં અમેરિકન નાગરિકની તબિયત લથડતા સુરતના ડોકટરે 35000 ફીટની ઊંચાઈએ કરી સારવાર:નર્સની મદદથી કર્યો ઈલાજ

અચાનક જ જીમ રોઝરનું બ્લડ પ્રેસર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું

સુરતઃ લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી ફ્લાઇટ એટલાન્ટિકથી આગળ 35000ની ઉંચાઇ પર હતી ત્યારે અચાનક જીમ રોઝરનું બ્લડ પ્રેસર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના કેસ પોતાના હાથમાં લઇ લીધો. ફ્લાઇટમાં સવાર પૂર્વ નર્સ એનિ હેનસન અને હેનેપિન કાઉન્ટીની મદદથી આદિત્ય શાહે ચાલુ ફ્લાઇટે જીમ રોઝરનો ઉલાજ કર્યો હતો  ઇલાજ માટે ફ્લાઇટમાં ઉપલબ્ધ એઇડ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદ્ભાગ્યે બ્લડ પ્રેસરની દવા પણ કો-પેસેન્જર પાસેથી મળી ગઇ હતી. રોઝરની સ્થિતિ સ્થિર થતાં ફ્લાઇટને આયરલેન્ડ પર પરત લાવવામાં આવી હતી અને અહીંના હોસ્પિટલે તેને દાખલ કરવામાં આવ્યો. જીમ રોઝરે કેટલીક સર્જરી કરાવવી પડી.

   જો કે ઘટના માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં બની હતી પણ તાજેતરમાં ઘટના પ્રકાશમાં આવી. આદિત્ય શાહે સુરતની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને મુંબઇથી MBBS કર્યું હતું. પાંચ વર્ષ અગાઉ તેઓ અમેરિકા ગયા અને શિકાગોથી તેઓ ડૉક્ટરની પદવી મેળવી. તાજેતરમાં તેઓ રોચેસ્ટર ખાતેના પ્રખ્યાત માયો ક્લિનિકમાં ફેલોશિપ કરી રહ્યા છે. ઘટના અંગે આદિત્ય શાહે કહ્યું કે, “જે-તે દિવસે અમારી ટીમને ભગવાને મોકલી હશે તેવું વિચારું છું.”

   સુરતમાં પોતાના પેરેન્ટ્સને મળીને આદિત્ય શાહ પરત ફરી રહ્યા હતા અને ફ્લાઇટમાં જીમ રોઝર પોતાની પત્ની માર્ગરેટ શિલ્ડ સાથે પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઉલ્લેખીય છે કે શાહના પિતા ડૉ. સંજીવ છેલ્લા 30 વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે સુરતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડૉ. સંજીવે કહ્યું કે, “આદિત્યની સમયસૂચકતા બદલ અમે તેના પર ગર્વ અનુભવીએ છીએ, તેની કેળવણી કરનાર અને તેને ભારતીય વેલ્યૂ શીખવનાર મારી પત્ની છે. આદિત્યનો બાઇ પણ ઓર્થોપેડિક સર્જન છે.”

(4:42 pm IST)