Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નેશનલ હાઇવે પર મુસાફરીમાં કોઈ મુશ્કેલી છે ?:મદદરૂપ થવા સરકારે એપ્પ અને 1033 ટોલ ફ્રી નંબર જાહેર કર્યા

નવી દિલ્હી :દેશના કોઈપણ નેશનલ હાઈવે પર મુસાફરી દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મદદરુપ થવા માટે કેન્દ્ર સરકારે એક એપ અને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ટોલ ફ્રી નંબર ફક્ત સંકટના સમયે કામ આવે તેવું નથી પરંતુ તેના તમને અનેક ફાયદાઓ પણ મળશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1033 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. જેના દ્વારા તમે પસાર થઈ રહ્યા હોવ તે નેશનલ હાઈવેની ક્વોલિટી અંગે પણ ફીડબેક આપી શકો છો. તો ઉપરાંત હાઈવે પર જો ખાડા હોય અને તેના કારણે ડ્રાઇવિંગની મુશ્કેલી પડતી હોય તો તમે ફરિયાદ પણ કરી શકો છો.

   ટોલ ફ્રી નંબર પર તમે ફક્ત ફીડબેક આપી શકો છો. પરંતુ જો રસ્તામાં કોઈ એક્સિડેન્ટ જુઓ અથવા તો તમારી સાથે ઘટે તો તેની જાણકારી પણ આપી શકો છો. ટોલ ફ્રી નંબર તરત નજીકમાં રહેલી એમ્બ્યુલન્સ અને ટો અવે સર્વિસને તમારી પાસે મોકલી આપશે.

  સુખદ યાત્રા એપઃ ટોલ ફ્રી નંબરની જેમ ઓથોરિટીએ એપ પણ લોંચ કરી છે જે બધા કામ કરશે. તો રોડ એક્સિડેન્ટના સમયે તમારું લોકેશન ટ્રેક કરવામાં પણ મદદગાર સાબિત થશે. તેમજ ઉપરાંત બીજી પણ કેટલીક સેવાઓ તે તમને દેશે.

   એપ દ્વારા તમે સરકારને ફક્ત ફીડબેક આપી શકો છો તેટલું નથી. તેના દ્વારા તમે તમારા ફાસ્ટ ટેગને પણ રિચાર્જ કરી શકો છો જેથી ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરુર નથી પડતી. તો હાઈવે પર આવેલ ફૂડ પ્લાઝામાં કેટલું વેઇટિંગ છે તેની પણ જાણકારી રીયલ ટાઇમ મળતી રહેશે.

   જો તમે હાઇવ પર વધુ પ્રવાસ કરો છો તો એપ અથવા ટોલ ફ્રી નંબર તમારા મોબાઇલમાં રાખવા જોઈએ. ચોક્કસ તમને ફાયદો થશે. તેમજ કોઈ અપ્રિય ઘટનામાં પણ તમને મદદરુપ થશે. એપને તમે ગૂગલ પ્લે સ્ટોરમાં સુખદ યાત્રા નામથી સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો.

(4:34 pm IST)