Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સરકાર ઊંઘી-ઊંઘી જાગવાની પોતાની આદત ક્યારે સુધારશે ?:સરકાર પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

વારંવાર સવાલોને લઈને અપીલ દાખલ કરવા પર કેન્દ્રને ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કાયદાને લગતા એક જેવા સવાલ સંબંધિત મામલે વારંવાર સવાલોને લઈને અપીલ દાખલ કરવા પર કેન્દ્ર સરકારને ફટકારી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અપીલોની નીતિમાં સુધાર લાવવાની જરુરિયાત પર ભાર મુકતા કહ્યું કે કેન્દ્ર સરકાર વગર કામના મામલે અપીલો દાખલ કરીને પોતાનો નાણાકીય ભાર વધારે છે, જ્યારે તેનાથી અન્ય પ્રકૃતિઓને પણ નુકસાન થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર પર તેના માટે પહેલા પણ દંડ લગાવવામાં આવ્યો છે, છતાં સરકારને સબક મળ્યો નથી. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરીને પૂછ્યું કે સરકાર ઊંઘી-ઊંઘી જાગવાની પોતાની આદત ક્યારે સુધારશે.

    કેન્દ્ર સરકારની અપીલની નીતિમાં સુધારની ધીમી પ્રક્રિયા પર સવાલ કરીને જસ્ટીસ મદન બી.લોકુર અને દીપક ગુપ્તાની એક બેંચે એનડીએ સરકારના સુધારવાદી નારાઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને ટાંકીને વાત કરી છે. બેંચે કહ્યું, ‘ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસની આડમાં ન્યાયપાલિકામાં સુધાર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ખરેખરમાં પોતાની જવાબદારી બીજા પર થોપવામાં આવી રહી છે.’

બેંચે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે કોઈ દિવસ ઈનિયન ઓફ ઈન્ડિયાને યથાર્થવાદી અને સાર્થક નેશનલ લિટિગેશન પોલિસી તૈયાર કરવાના સંબંધમાં અક્કલ આવશે અને તેને તેઈઝી ઓફ ડુઈંગ બિઝનેસકહે છે, જેને પ્રમાણિક રીતે લાગુ કરી શકાય તો દેશના વાતાવરણને ફાયદો થશે.”

   પાછલા વર્ષે 8 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ઘણી અપીલો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. તેની ચિંતા કર્યા વગર કેન્દ્ર સરકારે તે મામલાઓમાં કાયદાના એક જેવા સવાલના સંબંધમાં માર્ચમાં અન્ય અરજીઓ દાખલ કરી જેને 9 માર્ચે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અને 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, ‘જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ પર બિનજરુરી ભાર નાખે અને પોતાની લિટિગેશન નીતિમાં સુધાર કરે.

   24 એપ્રિલે ફરી જ્યારે પ્રકારના કાયદાકિય મામલા પર સરકારે ત્રીજી વખત અપીલ દાખલ કરી જો જસ્ટિસ લોકુર અને ગુપ્તાની બેંચે કહ્યું, “દુર્ભાગ્યની વાત છે કે કેન્દ્ર સરકાર કોઈ સબક નથી શીખી રહી.” બેંચે કહ્યું કે તેને આશા હતી કે 8 ડિસેમ્બરના નિર્ણય દ્વારા કાયદાના જે સવાલોનું સમાધાન કરી દેવામાં આવ્યું હતું તેને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીથી તમામ બાકી અપીલોને પાછી ખેંચવા માટે પગલું ભરશે.

   બેંચે કહ્યું, ‘પણ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે તેની ચિંતા નથી અને રજિસ્ટ્રીથી કેસને પાછા નથી લીધા. સરકારનું એવું માનવું છે કે તે બિનજરુરી અપીલ દાખલ કરીને જ્યાં કોર્ટનો ભાર વધારી રહી છે, ત્યાં તેનાથી અન્ય વાતાવરણને પણ નુકસાન પહોંચાડી રહી છે કારણ કે તેમના કેસોની સુનાવણીમાં મોડું થઈ રહ્યું છે. જો કેન્દ્ર સરકારને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમની ચિંતા હોત તો તેઓ વાતાવરણની ચિંતા કરતા.’

બેંચ માટે જજમેન્ટ લખતા જસ્ટિસ લોકુરે કહ્યું, “ અપીલમાં ખરાબ વાત છે કે કેન્દ્ર સરકારે એક એડિશનલ સોલિસિટર જનરલ અને સિનિયર એડવોકેટ સહિત 10 વકીલોને લગાવ્યા છે. બીજા શબ્દોમાં કેન્દ્ર સરકાર એક એવી અપીલ પર વકીલોની ફોજ ઉતારીને ભારે નાણાકીય ભાર નાખ્યો છે જ્યારે પ્રકારની અપીલ પર પહેલા આપવામાં આવેલા આદેશના આધારે સરળ અંદાજ લગાવી શકાયો હતો કે અપીલોનું ભાગ્ય શું છે.”

કેસોની પડતર રહેવાની 15 વર્ષની અવધીને ઘટાડવા માટે ત્રણ વર્ષ કરવા માટે કેન્દ્ર સરકારે 2010માંનેશનલ લીગલ મિશનઅનેનેશનલ લિટિગેશન પોલિસીને ટાંકીને સુપ્રીમ કોર્ટે કહ્યું, “એનએલસીના પવિત્ર નિયમો પર અમલ કરાયો જેનાથી સાફ થાય છે કે માત્ર કેન્દ્ર સરકાર પાસે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લઈને કોઈ ચિંતા નથી પણ પોતાની પોલિસી પ્રત્યે પણ સન્માન નથી.” કોર્ટે કહ્યું કે અનુમાન હતું કે 2010ની પોલિસીની 2015માં સમીક્ષા કરવામાં આવશે અને તેમાં સુધાર કરવામાં આવશે. પણ પાછલા 8 વર્ષમાં કશું કરવામાં નથી આવ્યું.

(4:31 pm IST)