Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

તબીબની સલાહ માનવાની મૌલાનાની તમામને અપીલ

પોતાને ક્વોરનટાઈન કર્યા હોવાની પણ દલીલ કરી : મસ્જિદથી સારી મોત હોઈ શકે નહીં તેવા પાઠ ભણાવનારા મૌલાના સાદ હવે પોતે કોરોના વાયરસથી ભયભીત થયા

નવી દિલ્હી, તા. : તબલીગી જમાતના લોકોને મસ્જિદથી સારા મોત થઇ શકે નહીં તેવી સલાહ આપનાર મૌલાના સાદ હવે પોતે કોરોના વાયરસથી ભયભીત થઇ ગયા છે. હજુ સુધી લાપત્તા રહેલા મૌલાના સાદનો હવે નવો ઓડિયો સપાટી ઉપર આવ્યો છે જેમાં સાદે પોતે કહ્યું છે કે, તેઓ હાલમાં દિલ્હીમાં ડોક્ટરની સલાહ બાદ આઇસોલેશનમાં છે. ઓડિયોમાં તેઓ તબલીગી જમાતના લોકોને એમ કહેતા સાંભળી શકાય છે કે, તબીબો પાસે જવાની બાબત શરિયતની સામે નથી. પહેલા વાયરલ વિડિયોમાં તેમને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, સલાહ એજ તબીબની માનવી જોઇએ જે પોતે અલ્લાહમાં વિશ્વાસ રાખે છે. તબલીગી જમાતના વડા મૌલાના સાદનો વિડિયો દિલ્હી મરકઝના યુટ્યુબ ઉપર છે.

        આજે સવારે જારી કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, મરકઝ સાથે જોડાયેલા લોકોએ સરકારની પૂર્ણ મદદ કરવી જોઇએ અને તબીબોની સલાહ લેવી જોઇએ. આની સાથે સાથે હવે કોઇ જગ્યાએ મજમા નહીં લગાવવાની વાત પણ કરી રહ્યા છે. પહેલા આવેલા વાયરસ ઓડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, અફવા છે કે, મસ્જિદમાં એકત્રિત થવાથી કોરોનાના લીધે મોત થાય છે. આગળ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો મસ્જિદમાં મોત થાય છે તો આનાથી સારી મોત રહેશે નહીં. હકીકતમાં હજુ સુધી મેડિકલ સ્ટાફના લોકો ખુબજ પરેશાન હતા. કારણ કે, તબલીગી જમાતના લોકો સારવારમાં સહકાર કરી રહ્યા હતા. દિલ્હીના તુગલગા બાગમાં જ્યાં લોકોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ લોકો જેમ તેમ ફરી રહ્યા છે. મેડિકલ સ્ટાફ ઉપર થૂંકવા સુધીની વાત પણ આવી હતી. હવે પોતાના લીડરના નિવેદન બાદ શક્ય છે કે, લોકો સારવારમાં સહકાર કરશે. તબીબોની સલાહ માનવામાં આવે તે રૂરી છે. આમા શરિયતનો કોઇ ભંગ થતો નથી.

(7:35 pm IST)