Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે વિડિયો સંદેશ દ્વારા ખુબ ઉપયોગી માહિતી આપશે

લોકડાઉનના નવમાં દિવસે કઠોર નિયમો અમલી : કોરોના સંકટની વચ્ચે મોદી બે વાર રાષ્ટ્રને સંબોધન કરી ચુક્યા છે : નવો સંદેશો શું રહેશે તેને લઇને લોકોમાં ઉત્તેજના

નવી દિલ્હી, તા. : દેશભરમાં લોકડાઉનના નવમાં દિવસે પણ કઠોર ધારાધોરણો યથાવતરીતે અમલી રહ્યા હતા. જીવન રૂરી ચીજવસ્તુઓ સિવાય અન્ય ચીજવસ્તુઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યા હતા. લોકોની અવરજવર પણ લોકડાઉન વચ્ચે નહીવત રહી હતી. જીવન રૂરી ચીજવસ્તુઓનો પુરવઠો લોકોને સામાન્યરીતે મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશોને પણ ચુસ્તરીતે પાળવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હજુ સુધી દેશમાં ૫૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. મોતનો આંકડો ૬૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે.

         વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આવતીકાલે સવારે વાગે દેશના લોકોને એક વિડિયો સંદેશ કરનાર છે જેમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવનાર છે. દેશમાં જારી કોરોના સંકટ દરમિયાન મોદી પહેલા બે વખત રાષ્ટ્રના લોકોને સંબોધન કરી ચુક્યા છે જેમાં પ્રથમ વખત તેઓએ જનતા કર્ફ્યુ માટેની હાંકલ કરી હતી અને ત્યારબાદ રાષ્ટ્રને નામ સંબોધનમાં મોદીએ ૨૧ દિવસના કઠોર લોકડાઉનની જાહેરાત કરી હતી. હવે આવતીકાલે સવારે નવ વાગે દેશના લોકોને એક વિડિયો સંદેશ જારી કરનાર છે. વિડિયો સંદેશને લઇને પણ ઉત્તેજના વધી ગઈ છે. વિડિયો સંદેશ આપવાની માહિતી વડાપ્રધાન મોદીએ પોતે આપી છે. વિડિયો મેસેજ કેવો રહેશે તેને લઇને અટકળોનો દોર રૂ થયો છે.

        રાષ્ટ્રને નામ સંબોધનમાં બે વખત કઠોર નિયંત્રણો લાગૂ કરાયા બાદ આવતીકાલે પણ તેઓ ખાસ સૂચન કરી શકે છે જેથી તેમના વિડિયો સંદેશને પણ ગંભીરતાથી લેવા માટે લોકો તૈયાર દેખાઈ રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે લોકડાઉનની સ્થિતિ જારી રહી છે. આજે નવામાં દિવસે નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. બીજી બાજુ વડાપ્રધાનની અપીલ પર મુખ્યમંત્રીઓ પણ વધારે સક્રિય બનેલા છે. લોકડાઉનના નવમાં દિવસે પોલીસ ટુકડી વધુ કઠોર બની હતી અને નિયમોનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

        રેશનિંગની દુકાનો ઉપર પણ કેન્દ્ર અને રાજ્યના નિયમોને અમલી કરવામાં આવ્યા હતા. એક પછી એક લોકોને રૂરી ચીજવસ્તુઓ માટે બોલાવવામાં આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગની સ્થિતિ પાળવામાં આવી રહી છે. મુખ્યમંત્રીઓ સમક્ષ પણ મુદ્દો જોરદાર છવાયેલો રહ્યો હતો. હવે આવતીકાલે મોદીના સંબોધનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો મુદ્દો ઉપયોગી રહી શકે છે.

(7:38 pm IST)