Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આરોગ્ય સેતુ એપઃ યુઝરને ૬ ફુટના દાયરામાં રહેલા કોરોના સંક્રમિતની માહિતી આપશે

નવીદિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ ટ્રેકર એપ ''આરોગ્ય સેતુ'' લોન્ચ કરાઈ છે. જેમાં એપ દ્વારા લોકેશન ડેટા અને બ્લુટુથથી એ ચેક કરી શકાય છે કે તમે કોઈ કોરોના સંક્રમિત વ્યકિતની આસપાસ તો નથી ને.

ભારત સરકાર પાસે `MY GOV એપ છે, જેનાથી કોરોના અંગે જાગૃતિ ફેલાવી શકાય છે. જયારે આરોગ્ય સેતુમાં લોકેશન ડેટાની મદદથી સંક્રમિત વ્યકિત કયાં છે. તે બ્લુટુથ દ્વારા ૬ ફુટ આસપાસના વિસ્તારમાં હશે તો જણાવશે.

ઉપરાંત આરોગ્ય સેતુમાં કોરોનાથી બચવાના ઉપાયો પણ દર્શાવામાં આવે છે. એપ કોરોના સંક્રમિત લોકોને ડેટા સરકાર સાથે પણ સેર કરે છે અને એવા પણ લોકો જે સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હોય તેના થર્ડ પાર્ટી સાથે ડેટા શેર ન કરવાનું એપની પ્રાયવસી પોલીસીમાં જણાવાયું છે.

એપમાં કોરોનાની કવેરીને લઈને ચેટ બોટ પણ આપવામાં આવ્યું છે. સાથો- સાથ તમને કોરોનાની લક્ષણ છે કે નહીં તે પણ જાણી શકાય છે અને દરેક રાજયના હેલ્પ લાઈન નંબર પણ અપાયા છે. ટૂંક સમયમાં જ આ એપ ગુગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ થશે. હાલ ગુગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરવાથી અન્ય એપ્લીકેશન જોવા મળે છે.

(3:31 pm IST)