Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોનાના સંકટ સમયે એલ.જી. ઇલેકટ્રોનિકસે ૧ મિલિયન ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા : શ્રમિકોને વિતરણ

હોસ્પિટલોમાં વોટર પ્યુરીફાયર, એસી, રેફ્રીઝરેટર્સ સહિતના ઉપકરણો આપ્યા

નવી દિલ્હી તા. ૨ : ભારતની અગ્રણી કન્ઝયુમર ડ્યુરેબલ બ્રાન્ડ એલજી ઇલેકટ્રોનિકસએ કોવિડ -૧૯ સામે ભારતની લડતમાં સહયોગી બનવા નિર્ણય જાહેર કર્યો છે. એલજીએ સમાજને દરેક શકય રીતે મદદ કરવા અનેક પહેલની જાહેરાત કરી છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે, મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો અને દૈનિક વેતન મજૂરો દરરોજ સંઘર્ષ કરી રહ્યા છે અને અસ્તિત્વ માટે જરૂરી ચીજોની શોધ કરી રહ્યા છે. આવા લોકોને ભોજન પૂરા પાડવા માટે અક્ષય પત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાની જવાબદારી લીધી છે. એલજી લગભગ ૧ મિલિયન ફૂડ પેકેટોનું પ્રાયોજક કરશે.

આ સિવાય ડોકટરો અને દર્દીઓ માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવાના લક્ષ્ય સાથે, અલગ-અલગ વોર્ડ માટે ફાળવેલ હોસ્પિટલોમાં ઉત્પાદનો દાન આપી રહી છે. આ બ્રાન્ડ વોટર પ્યુરિફાયર્સ, એર કન્ડીશનર, રેફ્રિજરેટર્સ અને ટીવી પૂરા પાડવા માટે ૫૦ રાજય અને જિલ્લા હોસ્પિટલોની સુવિધાઓ વધારશે.

ગુજરાત રિજિયનના રીજઓનલ બિજનેસ હેડ શ્રી નિખિલ સુતરીયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં પણ એલજી ઇલેકટ્રોનિકસ એ ૫૦૦ કરતાં વધુ પ્રોડકટસ જેવી કે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવેન્સ, એર કંડીસન, વોટર પ્યુરિફાયર જેની કિમત ૧ કરોડ કરતાં પણ વધુ છે એ અમદાવાદ, સુરત, નડીઆદ, રાજકોટ, આણંદ જેવી ડિસ્ટ્રિકટ સિવિલ હોસ્પિટલના કોરોના હોસ્પિટલ ખાતે પહોંચાડવા માટે તૈયારી ચાલુ કરી દીધી છે.

આ પહેલ અંગે ટિપ્પણી કરતાં એલજી ઇલેકટ્રોનિકસ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર યંગ લાક કિમે કહ્યું, 'આ અસ્થિર અને અનિશ્ચિત સમયમાં એલજી ઈન્ડિયા અર્થપૂર્ણ યોગદાન સાથે ભારત સરકાર અને તેના નાગરિકોની મદદ અને સહાય કરવામાં વિશ્વાસ રાખે છે.' અમે કોરોનાવાયરસ સામે લડવા માટે આ આવશ્યક લોકડાઉનથી અસરગ્રસ્ત લોકોને આશરે એક મિલિયન ફૂડ પેકેટ દાન કરી રહ્યા છીએ. અમે પરિસ્થિતિ ઉપર પણ આગળ નજર રાખીશું અને તે પ્રમાણે સીએસઆર પ્રયાસો કરીશું.'

ઉલ્લેખનીય છે કે એલજી ઇલેકટ્રોનિકસ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે દક્ષિણ કોરિયાના એલજી ઇલેકટ્રોનિકસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તેની સ્થાપના જાન્યુઆરી ૧૯૯૭માં ભારતમાં કરવામાં આવી હતી. તે કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ, હોમ એપ્લાયન્સિસ, આઇટી હાર્ડવેર અને મોબાઇલ કોમ્યુનિકેશન્સ ક્ષેત્રની સૌથી શકિતશાળી બ્રાન્ડ ગણાય છે.

(3:31 pm IST)