Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ગુજરાતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ : સંખ્યા ૮૮ થઇ

વડોદરામાં બાવન વર્ષીય પુરુષે સારવાર દરમિયાન દમ તોડ્યો : ગુજરાતમાં મોતનો આંકડો વધીને હવે ૭ ઉપર પહોંચ્યો : ૭૧ દર્દીઓ સ્ટેબલ અને બે દર્દીઓ વેન્ટિલેટર પર : કુલ ૧૮૩૬ સેમ્પલોની તપાસ કરી દેવાઈ : અગ્રસચિવ જયંતી રવિ

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો ખતરનાક રીતે વધી રહ્યો છે. હવે ખાસ કરીને અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકલ ટ્રાન્સમીશન એટલે કે, સ્થાનિક નાગરિકો દ્વારા કોરોના વાયરસના ચેપ અને ફેલાવાની દહેશત વધી ગઇ છેગુજરાતમાં કોરોનાના કેસો ઉપર આંશિક બ્રેક મુકવામાં ચોક્કસપણે સફળતા મળી છે. કારણ કે, ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાયા નથી. ગુજરાતમાં કોરોનાના કેસોમાં માત્ર એક કેસનો વધારો થયો છે. બીજી બાજુ આજે વડોદરામાં ૫૨ વર્ષીય પુરુષનું એસએસજી હોસ્પિટલમાં મોત થયું હતું. આની સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને થયા છે. કોરોના વાયરસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યના તબીબો અને પેરામેડિકલ સ્ટાફને વેન્ટિલેટર કેરની તાલીમ આપવા માટે તૈયારી કરાઈ છે.

          ૭૩૮ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ૧૪મી એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનની સ્થિતિમાં કોઇને પણ તકલીફ પડે તે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલની પરિસ્થિતિ કે જેમાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સઘન કામગીરી હાથ ધરી છે. મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વેન્ટિલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા સાથે આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આયોજનના ભાગરુપે અમદાવાદમાં ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ૨૫૦ બેડ સાથે તથા અન્ય જિલ્લાોમાં ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે.

         રાજ્ય સરકારે રાજ્યમાં કુલ ૪૬૫૦ બેડની સુવિધા વધારવાનો નિર્ણય કર્યો છે જે માત્ર કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. રાજ્યમાં હજુ કુલ લેબોરેટરી ટેસ્ટ ૧૮૩૬ કરવામાં આવ્યા છે જે પૈકી ૧૬૯૩થી વધુના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નવ કેસ પેન્ડિંગ રહેલા છે. ભાવનગરમાં એક પોઝિટિવ કેસ આજે આવ્યો છે. ૨૭ વર્ષીય યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ખુદ રાજય સરકારના મતે, આગામી ચારથી પાંચ દિવસ કોરોનાની પરિસ્થિતિને લઇ બહુ મહત્વના છે કારણ કે, સમયગાળા દરમ્યાન રાજયમાં લોકલ ટ્રાન્સમીશનની અસર જોવા મળશે અને તેના પરિણામો સામે આવશે. બીજીબાજુ, રાજયમાં કોરોના પોઝિટિવના કુલ દર્દીઓનો આંક ૮૮ પર પહોંચી ગયો છે,

         જયારે આજે સવારે વડોદરામાં કોરોનાગ્રસ્ત એક દર્દીનું મોત નીપજતાં રાજયમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક ૭નો થયો છે. આમ, રાજયમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. તો સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છેઆરોગ્યવિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માટે રાહતના સમાચાર છે કે, ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે, હજુ આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૮૩૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬૯૩ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૮૮ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને ટેસ્ટ પેન્ડિંગ છે. વડોદરામાં આજે સવારે એક ૫૨ વર્ષીય પુૃરૂષ દર્દીના મૃત્યુની ઘટના સામે આવી છે. ૮૮ પોઝિટિવ કેસમાં દર્દી વેન્ટિલેટર પર છે, ૭૧ દર્દી સ્ટેબલ છે. દર્દી સાજા થયા છે અને દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી ૩૩ જેટલા વિદેશી, ૪૬ લોકલ અને આંતરરાજ્ય સંક્રમણના કેસ નોંધાયા છે.

       જ્યારે મૃતકોમાં લોકલ, વિદેશી અને આંતરરાજ્ય સંક્રમિત દર્દીઓ છે. રાજ્યમાં  અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે ૩૧ કેસ અને ૦૩ મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં ૧૨ કેસ અને મૃત્યુ, ગાંધીનગરમાં ૧૧ કેસ, રાજકોટમાં ૧૦ કેસ, વડોદરામાં ૦૯ કેસ અને મૃત્યુ, ભાવનગરમાં કેસ અને મૃત્યુ, પોરબંદરમાં કેસ, ગીર સોમનાથમાં કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં - કેસ નોંધાયા છે. રાજ્યમાં માસ્ક અને સેનિટાઇઝરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને પણ પગલા લેવાયા છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે કેસોની સંખ્યા વધીને ૮૮ થઇ છે.

શહેર

કેસ

અમદાવાદ

૩૧

વડોદરા

૦૯

સુરત

૧૨

રાજકોટ

૧૦

ગાંધીનગર

૧૧

કચ્છ

૦૧

ભાવનગર

૦૭

મહેસાણા

૦૧

ગીરસોમનાથ

૦૨

પોરબંદરમાં

૦૩

પંચમહાલ

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૮૮

ગુજરાતમાં કોરોના સામે જંગ

૭૧ દર્દીઓ સ્થિર, બે વેન્ટિલેટર, સાત ડિસ્ચાર્જ

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો ખતરનાક રીતે વધી રહ્યો છે. હવે ખાસ કરીને અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકલ ટ્રાન્સમીશન એટલે કે, સ્થાનિક નાગરિકો દ્વારા કોરોના વાયરસના ચેપ અને ફેલાવાની દહેશત વધી ગઇ છેગુજરાતમાં કોરોનાના કેસો ઉપર આંશિક બ્રેક મુકવામાં ચોક્કસપણે સફળતા મળી છે. કારણ કે, ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાયા નથી. કોરોનાને રોકવા જંગ જારી છે. પગલા અને સ્થિતિ નીચે મુજબ છે.

ગુજરાતમાં હજુ સુધી સેમ્પલોનું ટેસ્ટિંગ

૧૮૩૬

ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા

૮૮

સેમ્પલના ટેસ્ટ નેગેટિવ આવ્યા

૧૬૯૩

સેમ્પલના ટેસ્ટના પરિણામ બાકી

૦૯

હાલમાં વેન્ટીલેટર પર રહેલા દર્દી

૦૨

હાલમાં સ્થિર રહેલા દર્દીઓ

૭૧

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દી

૦૭

ગુજરાતમાં કુલ મોત

૦૭

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કેસ

૦૧ (ભાવનગરમાં)

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મોત

૦૧ (વડોદરા)

હોમ ક્વોરનટાઇન

૧૭૬૬૬

સરકારી ફેસેલિટીમાં ક્વોરનટાઈન

૯૦૪

પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્વોરનટાઈન

૨૮૨

કુલ ક્વોરનટાઈન સંખ્યા

૧૮૮૫૨

એફઆઈઆરની સંખ્યા

૪૧૮

સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

૪૩૦૦થી વધુ

ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

૧૦૦૦થી વધુ

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ

.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ

.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ

.૨૩ કરોડ

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર

૧૦૬૧

ખાનગી સંસ્થાઓમાં વેન્ટીલેટર

૧૭૦૦

વેન્ટીલેટર ખરીદીના આદેશો

૧૫૦

(8:47 pm IST)