Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દિલ્હી જમાત કાર્યક્રમ

ઘોર બેદરકારી સામે આવી : ગુપ્તચર વિભાગ ઉંઘતુ રહ્યું : દિલ્હી પોલીસની અક્ષમ્ય લાપરવાહી

દેશભરમાં ચિંતાનું મોજ

નવી દિલ્હી તા. ૨ : દેશભરમાં કોરોના સંક્રમણનું મોટું જોખમ બની ચુકેલા તબલીગી જમાતના મેળાવડા પર કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારોના પ્રશાસન અને ગુપ્તચર તંત્ર સમયસર સક્રિય નથી થયું. વડાપ્રધાન દ્વારા દેશમાં લોકડાઉનની જાહેરાત પછી પણ કેટલીય સરકારો નહોતી ચેતી. આ કારણે જમાતમાં સામેલ લોકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનું મોટું કારણ બનતા જોવા મળી રહ્યા છે. દિલ્હી પોલીસે મરકઝના લોકો સાથેના વાર્તાલાપનો ૨૩ તારીખનો વિડીયો બહાર પાડયો છે. એટલે કે તેમને પુરી જાણકારી હતી. આ પહેલા ૨૧ તારીખે જ રાજ્યોને એડવાઇઝરી મોકલીને ચેતવણી અપાઇ હતી. પણ તેનો અમલ નહોતો થયો. કેન્દ્ર અને રાજ્યોના ગુપ્તચર તંત્રએ પ્રવાસ વીઝા પર આવેલા વિદેશીઓ અંગે કોઇ સોલીડ માહિતી ન આપી. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ગુપ્તચર એજન્સી તથા પ્રશાસને સમન્વિત અભિયાન ન ચલાવ્યું. કટોકટી કાયદાની જોગવાઇઓનો અમલ કરીને કોઇ કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવી. ઘોર ગુનાહિત બેદરકારી પછી પણ વાર્તાલાપ અને વિનંતી પર વિશ્વાસ મુકવામાં આવ્યો. જ્યારે સ્થિતિ ગંભીર બની ગઇ ત્યારે ઘણી એજન્સીઓ જાગી. પર્યટન વીઝા પર આવેલ લોકોને અન્ય ગતિવિધિઓમાં સામેલ ન થવાની જાણ કરવાની હોય છે. તેમને બ્લેકલીસ્ટ કરીને તેમના દેશ પાછા મોકલવા પડશે. રાજ્ય સરકારો પાસે તેનો અધિકાર છે પણ કોઇ વિદેશી પર કાર્યવાહી નથી કરાઇ.

(11:37 am IST)