Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

દુનિયાનો નકશો ફરીવાર બદલાઈ જશે?:આફ્રિકા મહાદ્વીપ બે ટુકડામાં વહેંચાશે ? :માઈલો સુધીની લાંબી તિરાડ પડી

 

નવી દિલ્હીઃ દુનિયાનો નક્શો ફરીવાર  બદલાઈ શકે છે. ભૂગર્ભશાસ્ત્રીઓની ધારણા મુજબ આફ્રિકા મહાદ્વીપ બે ટુકડાઓમાં વહેંચાઈ જશે. આગલા એક કરોડ વર્ષમાં બંને ભાગની વચ્ચે નવો મહાસાગર આવી જશે. પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ પશ્ચિમ કેન્યામાં ખૂબ લાંબી અને પહોળી તિરાડ પડી ચૂકી છે.અને તેનો આકાર સતત વધી રહ્યો છે. અહીંયાનો નૈરોબી-નરોક હાઈવે સમગ્ર રીતે તૂટી ગયો છે. ભૂકંપની ગતિવિધિઓ ઝડપી બની છે.

 

   ફાલ્ટ ડાયનામિક્સ રિસર્ચ ગ્રુપ લંડન રોયલ હોલોવેના લુસિયા પેરેજ ડિયાજે તેનું કારણ જણાવ્યું છે ધરતીનું લિથોસ્ફેયર (ક્રસ્ટ અને મેટલનો ઉપરનો ભાગ) ઘણી ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલું હોય છે. પ્લેટ સ્થિર નથી હોતી. અલગ-અલગ ગતિથી તેઓ એકબીજા તરફ વધી રહી છે. તે વધારે એસ્થેનોસ્ફેયરના ઉપર સરકતી રહે છે. માનવામાં આવે છે કે     એસ્થેનોસ્ફેયરનું હલનચલન અને પ્લેટોની બાઉન્ડ્રીથી ઉત્પન્ન થયેલું બળ તેમને ગતિ પ્રદાન કરે છે. જેના કારણે પ્લેટોમાં હલનચલન થાય છે અને ક્યારેક તેને તોડી પણ નાખે છે. તેનાથી ધરતીમાં તિરાડ પડે છે અને એક નવી પ્લેટ બાઉન્ડ્રીના નિર્માણની સ્થિતિઓ બને છે.

 

  ઈસ્ટ આફ્રિકન રિફ્ટ વેલી ઉત્તરમાં અદનની ખાડીથી લઈને દક્ષિણમાં ઝિમ્બાબ્વે સુધી 3000 કિમીના વિસ્તારમાં ફેલાયેલી છે. તે આફ્રિકી પ્લેટને બે અસમાન ભાગો સોમાલી અને નુબિયન પ્લેટોમાં વિભાજિત કરે છે. રિફ્ટ વૈલીનો પૂર્વ ભાગ એટલે કે ઈથિયોપિયા, કેન્યા, તંજાનિયાના ભૂગર્ભમાં હલનચલન ઝડપી છે. જેથી દક્ષિણ-પશ્ચિમ કેન્યાની ધરતીમાં મોઈલો સુધી લાંબી તિરાડ દેખાવા લાગી છે.

  ધરતીમાં આવી મોટી તિરાડો પડવાથી કોઈ મહાદ્વીપના વિભાજનની શરૂઆત થાય છે. જો પ્રક્રિયા સફળ રહેશે તો ત્યાં એક નવો મહાસાગર બની જશે. 13 કરોડ 80 લાખ વર્ષ પહેલા પ્રક્રિયા અંતર્ગત દક્ષિણ અમેરિકા અને આફ્રિકી મહાદ્વીપ અલગ થયા હતા. આજ પણ બંને મહાદ્વીપોના તટીય ક્ષેત્રોની સમાનતા વાતની પુષ્ટિ કરે છે.

આફ્રિકન રિફ્ટ વેલીની સમગ્ર સપાટી જ્વાલામુખીની ચટ્ટાનોથી બનેલી છે. જેથી અહીંયા લિથોસ્ફેયર ખૂબ પાતળું છે જેના બે ભાગમાં વહેંચાવવાની ઉમ્મિદ છે. જ્યારે એવું થશે તો ખાલી પડેલા સ્થાનમાં મેગ્મા જામવાથી નવા મહાસાગર બનવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. કરોડો વર્ષ પહેલા સમુદ્રનું તળિયું વધીને સમગ્ર તિરાડને સકંજામાં લઈ લીધી. મહાસાગરનો આકાર વધવાથી આફ્રિકી મહાદ્વીપ વધારે નાનો થઈ જશે. હોર્ન ઓફ આફ્રિકા સહિત ઈથિયોપિયા અને સોમાલિયાના ભાગમાં હિન્દ મહાસાગરમાં એક આઈલેન્ડ પણ બની જશે.

વૈજ્ઞાનિકો અનુસાર પૂર્વિય આફ્રિકા તૂટી રહ્યું છે. મહાદ્વીપના પૂર્વીય ભાગમાં એક વિશાળકાય 5000 કિમી લાંબી ટેક્ટોનિક પ્લેટ બાઉન્ડ્રી છે. તેને ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમની સપાટીની જેમ જોવામાં આવે છે. બંને પ્લેટો એકબીજાને દૂર કરી રહી છે. સક્રિય તિરાડ અમુક વર્ષોમાં વધારે પહોળી થઈ રહી છે. તેનો મતલબ છે કે લગભગ 1 કરોડ વર્ષમાં નવો મહાસાગર બની જશે અને ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ પૂર્વીય આફ્રિકાને મહાદ્વીપથી અલગ કરી દેશે.

(12:53 am IST)