Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

૩૨પ૦ કરોડની લોન કૌભાંડમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતનો ખુલાસોઃ આઇસીઆઇસીઆઇ બેંકની કમિટીના ૧૨ સદસ્યોને હું ઓળખતો હતો

નવી દિલ્‍હીઃ કરોડો રૂપિયાના લોન કૌભાંડમાં સંડોવાયેલ વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલે ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું છે કે, આઇસીઆઇસીઆઇ બેંકની કમિટીમાં રહેલા ૧૨ સદસ્યોને હું ઓળખતો હતો.  ધૂતે કહ્યું કે બે લોકો વચ્ચે કોઈ સંબંધ છે તો તેનો મતલબ એ નથી કે તેમની ઉદ્દેશ અપરાધિક હશે.

વીડિયોકોન ગ્રૂપને રૂપિયા 3,250 કરોડની લોન આપવાના મામલામાં કોઇ ગેરરીતિ આચરવામાં આવી છે કે કેમ તે સુનિશ્ચિત કરવા સીબીઆઇએ શનિવારે આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ ચંદા કોચર અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂત સહિત વીડિયોકોનના અધિકારીઓ સામે પ્રાથમિક તપાસ નોંધી આગળની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. જોકે આ પ્રાથમિક તપાસમાં ચંદા કોચરના નામનો ઉલ્લેખ નથી.

ચાંદ કોચર પર પૂછવામાં આવ્યું તો ધૂતે જણાવ્યું કે, તેમણે કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યું. ધૂતે કહ્યું કે જે સમિતિએ વિડિયોકોન ગ્રુપના ૩,250 કરોડના દેવાની મંજુરી આપી હતી, તેમના ૧૨ સદસ્યોમાં ચાંદ કોચરનો પણ સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ તે સમિતિના અધ્યક્ષ અને ICICI બેંકના ફોર્મર ચેરમેનના કામને જાણે છે અને લંચ પર પણ આયા કરતા હતા.

ચંદા કોચરની આ મામલામાં સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધર્યા પછી તેમના નામનો સમાવેશ પ્રાથમિક તપાસમાં કરાશે તેમ સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં પ્રાથમિક તપાસ પહેલું પગથિયું છે. જે દરમિયાન સીબીઆઇ દસ્તાવેજો અને પુરાવા એકઠાં કરે છે. તેની ચકાસણી બાદ જો આરોપોમાં વજૂદ જણાય તો એફઆઇઆર નોંધવામાં આવે છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા વીડિયોકોન ગ્રૂપને રૂપિયા 3,250 કરોડની લોન આપવામાં આવી હતી. જેમાંથી વીડિયોકોન ગ્રૂપે નહીં ચૂકવેલી રૂપિયા 2,810 કરોડની લોનને બેન્ક દ્વારા 2017માં એનપીએ જાહેર કરી દેવાઇ હતી.

(7:50 pm IST)