Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

હાથ ન હોવા છતાં બધું જ કામ જાતે કરે છે આ યુવક

પશ્વિમબંગાળ, તા.૦૨: માલતા જિલ્લાના પલાશબોના ગામમાં પચીસ વર્ષનો જગ્ન્નાથ નામનો યુવક રહે છે જેને જન્મથી બન્ને હાથ માત્ર કોણી સુધીના જ છે. તેને જોઇને વિચાર આવે કે કદાચ તે કોઇ કામકાજ નહીં કરી શકતો હોય અને પરિવારજનો પર પરાવલંબી જ હશે. જોકે કઠણ સંજોગોએ જગન્નાથને અનોખી શકિત આપી છે. તે પોતાનાં તમામ કામ જાતે કરે છે એટલેં જ નહીં, મજૂરી કરીને ઘર માટે કમાણી પણ કરે છે. બે હાથ વિનાના જગન્નાથના પિતા પણ બહુ નાની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા હોવાથી ઘરની તમામ જવાબદારી તે એકલા હાથે નિભાવે છે. સાઇકલ ચલાવવી, ઘરકામમાંં મદદ કરવી, બે હાથની વચ્ચે પેન પકડીને લખવું અને કોણીના ખાંચા વચ્ચે પાવડો ભરાવીને મજૂરી કરવા સુધીનાં કામ તે કરે છે. જીવનમાં મુશ્કેલીઓને શરમ આવે એવું મનોબળ કોને કહેવાય એ જગન્નાથ પાસેથી શીખી શકાય એમ છે.

(4:13 pm IST)