Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ભારત બંધની સાથે સાથે

ભારત બંધને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી,તા. ૨: એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આપેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ વિપક્ષ સહિત દેશના જુદા જુદા સમુદાય દ્વારા વિરોધનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે એકબાજુ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે ત્યારે દેશમાં દલિત સંગઠનોના ભારત બંધના કારણે સવારે પ્રતિકુળ અસર જોવા મળી હતી.ભારત બંધની સાથે સાથે નીચે મુજબ છે

 

-    દેશમાં દલિત સંગઠનોના ભારત બંધના કારણે સવારે પ્રતિકુળ અસર જોવા મળી હતી.

-    પંજાબ, ઓરિસ્સા અને બિહારમાં બંધની સૌથી વધારે અસર જોવા મળી હતી. બિહાર અને ઓરિસ્સામાં ટ્રેનો રોકવામાં આવી

-    દલિત સંગઠનોના લોકો બંધ કરાવવા મનાટે બહાર નિકળ્યા હતા

-    કેન્દ્રિય કાયદા મંત્રાલય દ્વારા એસસી -એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા કરવા માટેની અરજી દાખલ કરવાની મંજુરી આપી દીધી

-    આ બંધને ધ્યાનમાં લઇને પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, પરિવહનસેવા બંધ રહી હતી

-    રાજ્યમાં આજે થનારી ધોરણ ૧૦ અને ૧૨મા ધોરણની સીબીએસઇની પરીક્ષા પણ મોકુફ કરી દેવામાં આવી છે.

-    આરા, અરરિયા, જહાનાબાદમાં દેખાવકારોએ ટ્રેનો રોકી હતી. જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. ઓરિસ્સાના સંબંલવપુરમા ટ્રેનો રોકવામાં આવી હતી.

-    કોઇ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે

-    થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એસસી એને એસટી એક્ટના વધારે પડતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે ચિંતા વ્યક્ત કરીને તેના હેઠળ નોંધવામાં આવેલા તરત ધરપકડના આદેશ પર વાંધો ઉઠાવ્યો હતો.

-    સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી  એક્ટ હેઠળ દાખલ કરવામાં આવનાર કેસોમાં આગોતરા જામીનને પણ મંજુરી આપી હતી.

-    સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાયદાની જોગવાઇ નબળી થઇ જશે

-    લોકોમાં કાયદાનો કોઇ ભય રહેશે નહી તેવી દલીલ કરાઇ રહી છે

(1:09 pm IST)