Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ભ્રષ્ટ સરકારી અધિકારીઓને હવે 'આધાર'થી સકંજામાં લેવાશે

નાણાકીય લેવડદેવડ આધાર દ્વારા થતી હોવાથી આસાની રહેશે

મુંબઇ તા. ૨ : સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) 'આધાર' દ્વારા ગેરકાયદે કમાણીની ભાળ મેળવીને ભ્રષ્ટ અધિકારીઓને સંકજામાં લેવાની કોશિશ કરશે. સીવીસીએ રવિવારે કહ્યું હતું કે વિવિધ પ્રકારની આર્થિક લેવડદેવડ અને સંપત્ત્િ।ના સોદાઓ માટે આધાર અનિવાર્ય છે. એવામાં તેનો ઉપયોગ ભ્રષ્ટ અધિકારીઓની ગેરકાયદે કમાણીની ભાળ મેળવવા માટે કરી શકાશે.

 

સીવીસીને આશા છે કે કોઈ વ્યકિતના પાન નંબર અને આધાર કાર્ડ દ્વારા એ જાણવામાં મદદ મળી શકે છે કે કાર્ડધારક દ્વારા કરાયેલા આર્થિક સોદા તેની કાયદેસરની આવકમાં સામેલ છે કે નહીં. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કે વી ચૌધરીએ કહ્યું હતું, 'અમે કન્સેપ્ટ પેપર તૈયાર કર્યુ છે. તેની પાછળનો વિચાર પરિચાલન પ્રક્રિયા બનાવવા કે સંભવ હોય તો સોફટવેર તૈયાર કરવાનો છે. તેનાથી જો અમે કોઈ વ્યકિતની તપાસનો નિર્ણય લઈએ છીએ તો અમે અન્ય વિભાગોની સાથે કોઈ અડચણ વિના સંપર્ક કરી શકીએ અને 'આધાર'નો ઉપયોગ કરીને આવશ્યક જાણકારી મેળવી શકે.'

ચૌધરીએ કહ્યું હતું કે અચળ સંપત્તિઓ અને શેરો સાથે સંબંધિત ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેકશનના આંકડા આવકવેરા વિભાગ, રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ) અને અન્ય સરકારી એજન્સીઓના કાર્યક્ષેત્રમાં ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે આધારને કેટલીક આર્થિક લેવડદેવડ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. એવામાં સીવીસી કેટલીક સેન્ટ્રલ એજન્સીઓનાં આંકડા પ્રાપ્ત કરવાની સ્થિતિમાં છે..

આ માહિતીઓનાં આધારે આ જાણી શકાય છે કે સંબંધિત વ્યકિતએ કોઈ લેવડદેવડ કયા ઉદ્દેશથી કરી છે. આ સાથે જ તેનાથી આવકથી વધુ સંપત્ત્િ।ની ભાળ મેળવી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચારમુકત ભારતના વિચારને અનુરૂપ ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની પ્રતિબદ્ઘતા દર્શાવતા તેમણે કહ્યું હતું કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં વ્યકિતઓ અને ઓડિટરોની ભૂમિકા જેવા માનવીય પાસાઓને જોયા પછી તપાસમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય. તેમણે કહ્યું હતું કે આ માટે કોઈ રીતે સોફટવેરની તૈયારીઓ તેમજ કેટલીક મંજૂરીઓની આવશ્યકતા રહેશે, જેની તૈયારી ચાલી રહી છે.(૨૧.૭)

(10:33 am IST)