Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

સચિન તેંડુલકરે સાંસદ તરીકેનો પગાર અને ભથ્થા વડાપ્રધાન રાહત કોષમાં દાન કર્યું

વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો:કહ્યું આ યોગદાન સંકટગ્રસ્ત લોકોને સહાયતા પહોંચાડવા માટે ઘણું મદદરૂપ થશે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રાજ્યસભા સાંસદ તરીકેના પોતાનો આખો પગાર અને ભથ્થાં વડાપ્રધાન રાહત કોષમાં દાન કર્યો છે સંસદ તરીકે તેનો કાર્યકાળ હાલમાં જ સમાપ્ત થયો છે. છેલ્લા 6 વર્ષમાં તેંડુલકરને પગારના રૂપમાં લગભગ રૂ. 90 લાખ અને અન્ય માસિક ભથ્થા મળ્યા હતા.

   સચીનની આ કામગીરી માટે વડાપ્રધાન મંત્રાલય તરફથી પણ આભાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં લખ્યું છે કે, વડાપ્રધાને આ અનોખા કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો છે. આ યોગદાન સંકટગ્રસ્ત લોકોને સહાયતા પહોંચાડવા માટે ઘણું મદદરૂપ સાબિત થશે.

   સચીન તેંડુલકર સંસદમાં ઓછી હાજરી માટે ઘણાં ચર્ચામાં રહ્યા હતા પરંતુ તેમના આ ઉમદા કાર્યથી તેઓ લોકોને પ્રભાવિત કરી રહ્યા છે.

  તેંડુલકરે પોતાના સાંસદ ફંડનો પણ યોગ્ય ઉપયોગ કરેલ છે. તેમના કાર્યલય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ તેમને સમગ્ર દેશમાં 185 પરિયોજનાઓને મંજૂરી આપવામાં અને તેના માટે ફાળવવમાં આવેલ 30 કરોડમાંથી 7.4 કરોડ શિક્ષા અને જરૂરી વ્યવસ્થાના વિકાસ માટે ખર્ચ કરવાનો દાવો કર્યો છે

 . સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ હેઠલ સચીને બે ગામને દત્તક લીધા છે, જેમાં એક આંધ્ર પ્રદેશનું પુત્તમ રાજુ કેન્ર્દીગા અને મહારાષ્ટ્રનું દોંજા ગામનો સમાવેશ થાય છે.

(12:00 am IST)