Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ભાજપના નેતાઓનું પ્રતિનિધિ મંડળ આસનસોલ પહોંચ્યું :હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

હિંસા માટે મમતા સરકાર જવાબદાર-હિંસા રોકવામાં નિષ્ફ્ળ :શાહનવાઝ હુસેનના પ્રહારો

ભાજપના નેતાઓનું પ્રતિનિધિ મંડળ આસનસોલ પહોંચ્યું છે પશ્વિમ બંગાળના આસનસોલમાં ફેલાયેલી હિંસા બાદ  ભાજપ નેતા ઓમ માથુર, શાહનવાઝ હુસેન અને રૂપા ગાંગુલી સહિતનાએ હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી છે.
   આસનસોલમાં પહોંચતા ભાજપ નેતા શાહનવાઝ હુસેને બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યુ હતું. શાહનવાઝ હુસેને કહ્યુ કે, બંગાળમાં ફેલાયેલી હિંસા પાછળ મમતા સરકાર જવાબદાર છે. સરકાર જવાબદારીનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે

   ભાજપ નેતાઓએ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. આસનસોલમાં ફેલાયેલી હિંસા અંગે ભાજપનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહને એક રિપોર્ટ સોંપશે.
   . શનિવારે પશ્વિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ આસનસોલ અને રાનીગંજની મુલાકાત લીધી હતી. તેઓ આસનસોલમાં પીડિત પરિવારને મળ્યા હતાં.
  અત્રે ઉલ્લેખનીય છે કે રામનવમીના સરઘસ બાદ આસનસોલ અને રાનીગંજમાં હિંસા ફેલાઈ હતી. જે બાદ હિંસા પ્રભાવિત વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

(9:19 am IST)