Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સને અંતિમ વિદાય : ન્યૂટન અને ચાર્લ્સ ડાર્વિનની કબર પાસે દફન કરાયા

વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને અંતિમ વિદાય અપાઈ છે  હોકિંગના અંતિમ સંસ્કાર ગ્રેટ સેંટ મેટી સર્ચમાં કરવામાં આવ્યા છે. તેમને ન્યૂટન અને ચાર્લ્સ ડાર્વિનની કબર પાસે દફન કરાયા હતા હોકિંગને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શનિવારે મોટી સંખ્યામાં લોકો ક્રેમ્બ્રિજ પહોંચ્યા હતાં.જોકે  હોકિંગના અંતિમ સંસ્કાર વખતે સામાન્ય લોકોને દુર રાખવામાં આવ્યા હતા. તેમના પરિવારે અંતિન વિધિનો કાર્યક્રમ ખાનગી રાખ્યો હતો. 

 પોલીસના જણાવ્યા પ્રમાણે અંતિમ સંસ્કાર દરમ્યાન કોઈને ચર્ચમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહતો. સ્ટીફન હોકિંગે 14મી માર્ચ દુનિયાને અલવીદા કહ્યુ હતું. જે બાદ તેમના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવ્યા છે. 

   હોકિંગના પુત્ર લુસીએ જણાવ્યુ કે, સ્ટીફન હોકિંગને કેમ્બ્રિજ સાથે લગાવ હતો. જેથી તેમના અંતિમ સંસ્કાર કેમ્બ્રિજમાં કરવામાં આવ્યા છે. હોકિંગના અંતિમ સંસ્કાર બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેઝ ખાતે એક ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં  આવ્યું હતું.

(12:00 am IST)