Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

નદીઓને જોડવાથી પાણીની તંગી ઘટશે : મોદી

ન્યુ દિલ્હી : દેશની દીઓને જોડવાની બાબત પર ભાર મુકતા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે નદીઓને જોડવાથી જ વિસ્તારમાં પાણીની અપછત હોય  છે તેને ઘટાડી શકાય છે તેમજ તેનું અસંતુલન ઓછું કરી શકાય છે.

સ્માર્ટ ઇન્ડિયન હેકાથોનમાં વિદયાર્થીઓ સાથેના વીડિયો કોન્ફરન્સ પરિસંવાદમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વની ૧૭ ટકા વસ્તી ભારતમાં છે પણ દેશમાં વિશ્વના ચાર ટકા જેટલું જ પાણી છે. તે રીતે આપણા દેશની જનતા માટે પાણીનો સ્ટોક ઘણો ઓછ છે. દેશમાં કેટલાક એવા વિસ્તાર છે કે જયાં પુર આવે છે તો બીજી તરફ કેટલાક એવો પણ વિસ્તાર છે કે જયાં નદીઓ સુકાઇ જાય છે ત્યારે આવી સ્થિતિમાં જો નદીઓને જોડવામાં આવે તો આવી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

(12:00 am IST)