Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

કાશ્મીરમાં 13 આતંકીઓ ઠાર : 3 જવાન શહીદ: 4 નાગરિકોના મૃત્યુ

સેનાનું દિવસભર ઓલઆઉટ ઓપરેશન: 50થી વધુ લોકો ઘાયલ: શોપિયાં, અંનતનગ, કુલગામ અને પુલવમામાં તંગદિલી

શ્રીનગર :કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ આજે દિવસભર ચાલેલા સેનાના ઓલઆઉટ ઓપરેશનમાં 13 આતંકીઓ ઠાર થયા છે આ દરમિયાન સુરક્ષાદળોને સ્થાનિક નાગરિકો સાથે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો અત્યારસુધીમાં ચાર નાગરિકોના મોત થયા છે જયારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે આ કાર્યવાહીમાં ત્રણ જવાન શહીદ થયા છે સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે આતંકીઓના મોતના ખબર ફેલાયા બાદ શોપિયાં,અંનતનાગ,કુલગામ અને પુલવામાં તંગદિલી ફેલાઈ છે 

  એકતરફ અલગાવવાદીઓએ કાશ્મીરમાં બે દિવસનું બંધનું એલાન કર્યું છે જયારે જમ્મુ કાશ્મીર સરકારે સાવચેતીના ભાગરૂપે સોમવારે તમામ સ્કૂલ અને કોલેજ બંધ રાખવા નિર્ણય કર્યો છે 

  દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યએ ટ્વીટ કરીને અથડામણ ખતમ થયાની જાણકારી આપી છે વૈદ્યના મુજબ કુલ 13 આતંકીઓ ઠાર કરાયા છે જયારે એક આતંકીને જીવતો પકડી લેવાયો છે એસપી વૈદ્યએ કહ્યું કે દુર્ભાગ્યવશ અથડામણ સ્થળે પથ્થરાબાજીની ઘટનાને કારણે ચાર નાગરિકોના મોત થયા છે 

  રાજ્યના સાબંધિત વિભાગના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ સ્કૂલ કોલેજ બંધ રાખવાનો નિર્ણય ઘાટીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા લેવાયો છે દક્ષિણ કાશ્મીરમાં ઇન્ટરનેટ અને રેલ સેવા બંને અસ્થાયી રૂપે બંધ રહેશે 

  શોપિયાંમાં મોત બાદ ઘાટીમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે શોપિયાં સહિત દક્ષિણ કાશ્મીરના બીજા ભગાઓમાં માહોલ સંવેદનશીલ બન્યો છે ચાર નાગરિકોના મોટ અને 50થી વધુ લોકો ઘાયલ થયા બાદ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે શોપિયાં જિલ્લા હોસ્પિટલના તબીબોએ કહ્યું કે આટલા વધુ દર્દીનો એકસાથે ઈલાજ કરવો સક્ષમ નહીં હોવાના કારણે 20 દર્દીને શ્રીનગર હોસ્પિટલમાં રીફર કરાયા છે 

  સેનાએ જણાવ્યું કે માર્યા ગયેલા 13 આતંકીઓમાંથી બે આતંકીઓ લેફ્ટન્ટ ઉંમર ફયાઝની હત્યામાં સામેલ હતા ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ થયેલ અથડામણ બાદ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલ ઘર્ષણમાં બે અસૈન્ય નાગરિક માર્યા ગયા હતા જયારે ડર્ઝનો ઘાયલ થયા છે 

  પોલીસનું કહેવું છે કે અનંતનાગ જિલ્લામાં એક આતંકીએ સુરક્ષાદળો સમક્ષ સમપર્ણ કર્યું છે પોલિસના એક અધિકારીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં આતંકીઓ હોવાની જાણકારી બાદ દક્ષિણ કાશ્મીરમાં કલ રાતથી એક સાથે ત્રણ જગ્યાએ ઘેરાબન્ધી અને તલાસી અભિયાન ચલાવાયું હતું  આ ત્રણેય જગ્યાએ મિટિંગો કરીને આતંકીઓ સુરક્ષાદળો અને રાજકીય કાર્યકરોને નિશાન બનાવવાનું અને આતંકી ગતિવિધિનું ષડ્યંત્ર રચી રહ્યાં હતા

(10:35 am IST)