Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચીનમાં વિદેશી પત્રકારોની કફોડી સ્થિતિ : કોવિદ -19 અંગેના સમાચારો પ્રસિદ્ધ કરવા બદલ 20 વિદેશી પત્રકારોને દેશ નિકાલ કરી દીધા : સરકારની પોલ ખોલવા બદલ પત્રકારોની હકાલપટ્ટી કરનારા દેશોમાં ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે

બેજિંગ : 2020 ની સાલમાં ચીનમાં વિદેશી પત્રકારોની કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે.જે મુજબ  કોવિદ -19 અંગેના સમાચારો પ્રસિદ્ધ કરવા બદલ 20 વિદેશી પત્રકારોને દેશ નિકાલ કરી દેવાયા છે.આ અગાઉ પણ 1989 ની સાલમાં સરકારની પોલ ખુલ્લી કરી તેના વિરુદ્ધના સમાચારો પ્રસિદ્ધ કરનાર 18 પત્રકારોને દેશ નિકાલ કરી દેવાયા હતા.

વિદેશી પત્રકારોની ફોરેન કોરસ્પોન્ડન્ટ્સ ક્લબ ઓફ ચાઇના (એફસીસીસી) દ્વારા આ માહિતી ગઈકાલ સોમવારે  આપવામાં આવી છે.આમ સરકારની પોલ ખોલવા બદલ પત્રકારોની હકાલપટ્ટી કરનારા દેશોમાં ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે છે.

એફસીસીસીના અહેવાલ મુજબ ચિની અધિકારીઓએ કોવિડ -19 રોગચાળા અંગેના અહેવાલોને મર્યાદિત કર્યા અને પત્રકારો પર નજર રાખીને તેમને દેશનિકાલ કર્યા. ચીનના અધિકારીઓએ 2020 માં વિદેશી સંવાદદાતાઓના કામને નિષ્ફળ બનાવવાના પ્રયત્નોને તીવ્ર બનાવ્યા હતા.તેમજ ઇન્ટરવ્યૂ લેવા માંગતા પત્રકારોને  પણ હેરાનગતિ કરવામાં આવી હતી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)