Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

' હાય રે કળજુગ ' : 14 વર્ષીય બહેન ઉપર પિતરાઈ ભાઈએ બળાત્કાર ગુજાર્યો : બળાત્કારથી ગર્ભવતી બની ગયેલી બહેને ગર્ભપાત કરવાની મંજૂરી માંગી : 26 સપ્તાહનો ગર્ભ હોવાથી સુપ્રીમ કોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

ન્યુદિલ્હી : હરિયાણામાં કળજુગની પરાકાષ્ટા સમાન બનાવ બનવા પામ્યો છે.જે મુજબ 14 વર્ષીય બહેન ઉપર પિતરાઈ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી છે.બળાત્કારથી ગર્ભવતી બની ગયેલી બહેને ગર્ભપાત કરવાની મંજૂરી માંગી છે.પરંતુ 26 સપ્તાહનો ગર્ભ હોવાથી સુપ્રીમ કોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો છે.જે એક સપ્તાહમાં રજૂ કરી દેવા નામદાર કોર્ટએ આદેશ આપ્યો છે.

આથી મેડિકલ રિપોર્ટ તાત્કાલિક મળી શકે તેવી મેડિકલ બોર્ડને સૂચના આપવા પીડિત સગીરાના એડવોકેટે નામદાર કોર્ટને અરજ કરી હતી.જેને ધ્યાને લઇ મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની બેંચે મેડિકલ બોર્ડને આ કેસ અંગેનો રિપોર્ટ એક  સપ્તાહમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેથી કેસ આગળ ધપાવી શકાય.

ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 1971 મુજબ વીસ અઠવાડિયાથી વધુ સમયનો ગર્ભપાત કરવા માટે કોર્ટની મંજૂરી લેવી આવશ્યક છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:00 pm IST)