Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારની સામગ્રી તૈયાર કરશે ગુજરાત : તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી દ્વારા મોટો ઓર્ડર મળ્યો

અમદાવાદ : આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે પશ્ચિમ બંગાળમાં થનારી ચૂંટણી પર સૌની નજર છે. મમતા દીદીને ટક્કર આપવા ખુદ પીએમ નરેન્દ્રભાઈ  મોદી મેદાનમાં ઉતર્યા છે. મમતા બેનર્જી અને નરેન્દ્રભાઈ  મોદી વચ્ચે ભાષણોમાં ચાલતું વાકયુદ્ધ જોવા મળે છે

 વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ગુજરાત ઉપર ટિપ્પણી કરવાનો એક પણ મોકો મમતા બેનર્જી છોડતા નથી પણ આશ્ચર્યની વચ્ચે જ્યારે પણ બંગાળમાં ચૂંટણી આવે છે, ત્યારે ત્યારે તેમની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર પ્રસારના સાધનો અને મટીરીયલ ગુજરાતમાંથી આવે છે

(12:01 pm IST)