Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પોપ સ્ટાર રિહાનાએ ખેડૂતોના સમર્થનમાં કર્યું ટ્વિટ કહ્યું -આપણે આના વિશે વાત કેમ કરી રહ્યાં નથી

ઈન્ટરનેટ પર પ્રતિબંધને લઈને આર્ટિકલ કર્યું ટ્વિટ :કિલ્લાબંધીને લઈને સરકારની ટીકા

મુંબઈ : પોપ સ્ટાર રિહાનાના ખેડૂત પ્રદર્શનના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. તેમને CNNના આર્ટિકલને હેશટેગ #FarmersProtest સાથે શેર કરતા લખ્યું છે, “આપણે આના વિશે વાત કેમ કરી રહ્યાં નથી.” દુનિયાભરમાં ફેમશ રિહાનાના 10 કરોડથી વધારે ટ્વિટર ફોલોઅર છે

જે ન્યૂઝ આર્ટિકલને રિહાનાએ શેર કર્યો છે તેની હેડલાઈન છે- ‘પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝડપ પછી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ

 અત્રે ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરી સુધી ગાજીપુર, સિંધુ, ટિકરી બોર્ડર વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે ફેબ્રઆરીની સાંજે સમાચાર આવ્યા કે, હરિયાણા સરકારે કૈથલ, પાનીપત, જીંદ, રોહતક, ચરખી, દાદરી, સોનીપત અને ઝાજ્જરમાં વોઈસ કોલને છોડીને મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ એસએમએસ સર્વિસ અને ડોંગલ સર્વિસ પર લાગેલી સસ્પેન્શનને વધારીને 3 ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યું છે.

 

જો તમે એવું વિચારતા હોવ કે રિહાનાએ ભૂલમાં અથવા કોઈની ઉશ્કેરણીમાં આ ટ્વિટ કર્યું છે તો તેવું વિચારવું યોગ્ય નથી. પોલિટિકલ દ્રષ્ટિકોણની વાત કરીએ તો બારાબડોસમાં જન્મી અને અમેરિકામાં રહીને નામ બનાવનાર રિહાના ડેમોક્રેટ્સ તરફ પોતાનું ઝૂકાવ રાખે છે. ઈમિગ્રેશનના મુદ્દા પર તેઓ ટ્રમ્પની ટીકાકાર રહી છે. એક વખતે તેમને ઈમીગ્રેંટ્સ લખેલી ટી-શર્ટ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ નાખી હતી. જે પોસ્ટ તેમને ટ્રમ્પને ટેગ કરીને નાંખી હતી.

તેઓ બરાક ઓબામાનું સમર્થન કરી ચૂકી છે. તેમના સોંગમાં પણ રાજકીય વિચારની ઝલક જોવા મળે છે. રિહાનાના ટ્વિટર પર કવર ઈમેજમાં માર્ટિન લૂથર કિંગ જૂનિયરની તસવીર છે

ઈન્ટરનેટ બંધ કરવાને લઈને પાછલા દિવસોમાં ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી ગાજીપુરમાં વિજળી અને પાણીનું સપ્લાઈ બંધ કરી દેવામાં આવ્યું હતુ. જેનો પણ ખેડૂતોએ ખુબ જ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ કહ્યું કે, સરકાર આ આંદોલનને દબાવવાની કોશિશ કરી રહી છે. જ્યારે હવે ખેડૂત આંદોલનને લઈને પોલીસની તૈયારીઓની ખૂબ જ ચર્ચા છે. પોલીસે દિલ્હીની તમામ બોર્ડરને કંઈક એવી રીતે સીલ કરી દીધી છે કે, લોકો આને પાકિસ્તાન અને ચીનની બોર્ડર કહેવા લાગ્યા છે.

રસ્તાઓ પર દીવારો બનાવી દેવામાં આવી છે, કાંટાળી તારો, ખીલાઓ, સીમેન્ટ બેરિકેડ્સ અને ભારે સંખ્યામાં પોલીસદળ તૈનાત છે. વિપક્ષ પણ આ કિલ્લાબંધીને લઈને મોદી સરકારની ટીકા કરી રહ્યું છે. આઝાદી પછી કોઈ આંદોલન દરમિયાન આવી કિલ્લાબંધી પ્રથમ વખત જોવા મળી છે. જેમાં આખે-આખી સિમેન્ટના બ્લોક દ્વારા દિવારો બનાવી દેવામાં આવી હોય.

(12:50 am IST)