Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ભારતને અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૧૫ઇએક્સ આપવાની જો બાયડન સરકારે મંજૂરી આપી દીધી

રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો

વોશિંગ્ટન :અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૧૫ઇએક્સ ભારતને આપવાની મંજૂરી આપી છે. હવે ભારતીય વાયુસેનાને જલદી અમેરિકાના સૌથી અત્યાધુનિક ફાઈટર વિમાનો એફ-૧૫ઇએક્સ મળી શકે છે.

બોઈંગ ઈન્ટરનેશનલ સેલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ટનરશીપ્સના ઉપાધ્યક્ષ મારિયા એચ લેને આ વાતને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે, 'ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ચર્ચા થઈ. બંને દેશોની વાયુસેનાઓએ એફ-૧૬ઇએક્સ અંગે સૂચનાનું આદાન પ્રદાન કર્યું.' તેમણે વધુમાં કહ્યું કે, 'અમેરિકી સરકારે ભારતને એફ-૧૫ઇએક્સ વિમાન આપવાના અમારા લાઈસન્સ સંબંધિત ભલામણને સ્વીકારી લીધી છે.' બોઈંગે પોતાના નિવેદનમાં કહ્યું કે 'આગામી અઠવાડિયે બેંગ્લુરુમાં શરૂ થઈ રહેલા એરો ઈન્ડિયા ૨૦૨૧માં એફ-૧૫ઇએક્સ વિમાનને પ્રદર્શન કરવામાં આવશે.' અત્રે જણાવવાનું કે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ તરફથી આયોજિત થઈ રહેલો આ એર શો અમેરિકી બોમ્બવર્ષક વિમાન બી-૧ બી લાન્સર પણ દર્શકોનો રોમાંચ વધારશે.

રિપોર્ટ મુજબ એફ-૧૫ એક્સ વિમાન એફ-૧૫ વિમાનોની સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન છે. આ બહુઉદ્દેશીય વિમાન દરેક ઋતુમાં એટેક કરવામાં સક્ષમ છે. દિવસ હોય કે રાત દરેક સમયે ઉડાણ ભરવામાં અને દુશ્મનોને નિશાન બનાવવાની કોમ્બેટ ક્ષમતાઓથી લેસ છે.

(12:35 am IST)