Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અમેરિકાના ડો. એન્થની ફાઉચીએ રાષ્ટ્રપતિ કરતા વધુ સેલરી મેળવી

કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના મહત્વપૂર્ણ સભ્ય એન્થની ફાઉચીને વાર્ષિક સેલરી તરીકે 417,608 ડોલર એટલે અંદાજે 3 કરોડ રૂપિયા

 

નવી દિલ્હી : અમેરિકાની કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના મહત્વપૂર્ણ સભ્ય ડો એન્થની ફાઉચી અમેરિકાની સરકારના સૌથી વધુ સેલરી મેળવનાર કર્મચારી છે. જોકે ફેડરલ સેલેરી ડેટા વર્ષ 2019 માટે જ ઉપલબ્ધ છે, તેના મુજબ એન્થની ફાઉચીને વાર્ષિક સેલરી તરીકે 417,608 ડોલર એટલે અંદાજે 3 કરોડ રૂપિયા છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિને સેલરી તરીકે વાર્ષિક 400,000 ડોલર મળે છે. આ હિસાબથી એન્થની ફાઉચીએ અમેરિકાના રાષ્ટ્રપતિ કરતા પણ વધુ સેલરી મેળવી છે

ટ્રમ્પની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ, જેમણે ફાઉચીથી મોટો હોદ્દો સંભાળ્યો હતો. તેમને પણ 2019માં વાર્ષિક સેલરી તરીકે 235,100 મેળવ્યા હતા. જ્યારે ડો. ડેબોરાહ બ્રિક્સની વાર્ષિક સેલરી આ સમયગાળા દરમિયાન 305,972 હતી

OpenTheBooks.com તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મજબ સૌથી વધુ વેતન મેળવનાર અમેરિકાની સરકારના કર્મચારીઓમાં મેડિકલ અને  ડેન્ટલ ઓફિસર પણ છે હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ વર્ષ 2019માં 223,500 ડોલર સેલરી મેળવી છે. જ્યારે યૂએસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટની વાર્ષિક સેલરી 27,700 રહી.

ડો એન્થની ફાઉચી કોરોના વાઇરસ મહામારીના આ સમયગાળામાં સૌથી ચર્ચિત વ્યક્તિઓમાંથી એક છે. ડો. એન્થની ફાઉચીની સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે તેમણે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિઝીઝ (NIAID)ને 36 વર્ષોથી પ્રભાવી રીતે ચલાવી. વર્ષ 1984થી તેઓ આ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર છે. ડો. ફાઉચીને અમેરિકામાં સંક્રમણ બિમારીઓના સૌથી મોટા એક્સપર્ટ માનવામાં આવે છે

વિશ્વ માટે મહામારી અને વાઇરસ સંક્રમણ આટલા મોટા સ્તરે ફેલાવવું ભયાનક હતુ. પરંતુ તમામ ડો ફાઉચી માટે વાઇરસ સિવાય કશું જ નવું ના હતુ. છેલ્લા 36 વર્ષોમાં તેમણે HIV/AIDS, SARS, MERS, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઝીકાને જોયા છે અને 6 રાષ્ટ્રપતિઓને આ અનેક સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ પર સલાહ પણ આપી છે.

ડો ફાઉચીએ એ સમજવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે કે કેવી રીતે HIV શરીરના સંરક્ષણને દૂર કરે છે અને શરીર ખતરનાક ચેપનો શિકાર બને છે. આ સિવાય તેમણે આવી સારવાર વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે HIV સંક્રમિત લોકોનું જીવન લંબાવી શકે છે.

(12:20 am IST)