Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ઈઝરાયેલ એમ્બસી નજીકના ધડાકાની તપાસ NIAને સોંપાઈ

ઈઝરાયેલે ભારત પર ભરોસો વ્યક્ત કર્યો : ગૃહ મંત્રાલયે તમામ એમ્બસી, એરપોર્ટની સુરક્ષા વધારી

નવી દિલ્હી, તા. ૨૯ જાન્યુઆરીએ ભારત ઈઝરાયેલના રાજદ્વારી સંબંધોની ૨૯મા વર્ષની ઉજવણી ચાલુ હતી સમય પર ઈઝરાયેલ એમ્બસી આગળ આઈ..ડી બ્લાસ્ટ થયો હતો. સમય પર ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં પણ થોડા અંતરે હાજર હતા. બ્લાસ્ટ એટેકથી ઈઝરાયેલે સ્ટેટમેન્ટ જાહેર કરીને ભારત પર ભરોસો દાખવ્યો છે.

ઈઝરાયેલ એમ્બસી આગળ થયેલા બ્લાસ્ટ બાદ, ગૃહ મંત્રાલયે તમામ એમ્બસી અને એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે અને કેસની તપાસ ગૃહ મંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોંપી છે. ભારતના પી.એમ. નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલી પ્રધાનમંત્રી નેત્યાનાહૂ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન  ખાતરી આપી હતી કે, .આઈ.ડી. બ્લાસ્ટના  દોષિતોને જલ્દી પકડવામાં આવશે.

મળતી માહિતી મુજબ, બ્લાસ્ટ પાછળ ઈરાનનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એનઆઈએ પણ આજ દિશામાં પોતાની તપાસ આગળ વધારશે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે રાજનૈતિક સંબંધો ઘણાં મજબૂત છે અને બંને દેશો વચ્ચે કૃષિ અને હથિયારો અંગે વિવિધ કરાર કરવામાં આવ્યા છે.

(10:08 pm IST)