Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

સેન્સેક્સ ઉંચો જવાથી દેશના આર્થિક પ્રશ્નો હલ થઇ જતા નથી પણ પ્રશ્નો શરૂ થાય છે : કાર બનાવતી મોટી કંપનીઓના વેચાણમાં વધારો અને સામે પક્ષે નાની કંપનીઓને મળી રહેલી પછડાટ ચિંતાજનક : બીટકોઈન જેવા આભાસી ચલણની કિંમતમાં થઇ રહેલો તોતિંગ વધારો રોકાણકારોને ગેરમાર્ગે દોરનારો : મુઠ્ઠીભર શ્રીમંતો વધુ ધનવાન થવાથી આર્થિક ઉન્નતિ થઇ ગઈ તે માનવું ભૂલભરેલું : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન

યુ.એસ.: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ ઈ.ટી.સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શેર બજારનો ઇન્ડેક્સ ટોપ ઉપર જવાથી દેશના આર્થિક પ્રશ્નો હલ થઇ જતા નથી પણ પ્રશ્નો શરૂ થાય છે .

તેમણે જણાવ્યું હતું કે ટેસલા જેવી કાર બનાવતી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.તેમજ બીટકોઈન જેવા આભાસી ચલણની કિંમતમાં થઇ રહેલો તોતિંગ વધારો ચિંતાજનક છે.

મોટી કંપનીઓના વેચાણમાં વધારો થઇ રહ્યો છે.જયારે નાની કંપનીઓ પછડાટ અનુભવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે વ્યાજના નીચા દરોને કારણે કાર ની ખરીદીમાં ઉચ્ચ મધ્યમ વર્ગ દ્વારા વધારો જોવા મળ્યો છે.જયારે મધ્યમ વર્ગ લોનથી સ્કૂટર ખરીદે છે.પરંતુ વ્યાજના આ નીચા દરો કાયમી નથી.

સામાન્ય નાગરિક માટે જોવા મળતા કપરા દિવસો અને શ્રીમંતોની સંપત્તિમાં થઇ રહેલા વધારાને કારણે જોવા મળતી તેજી આભાસી છે જે અર્થતંત્રનું સાચું ચિત્ર નથી.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)