Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

નાસાના કાર્યકારી પ્રમુખ તરીકે ભવ્યા લાલની વરણી

અમેરિકામાં વધુ એક મૂળ ભારતીયની સિધ્ધિ : ભારતીય-અમેરિકન ભવ્યા લાલ અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળના સભ્ય

વોશિંગ્ટન, તા. :  ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નાસા દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળના સભ્ય છે અને બાઇડન પ્રશાસન અંતર્ગત એજન્સીમાં પરિવર્તન સંબંધી કાર્યોને જોઈ રહ્યાં છે.

ભવ્યા લાલ પાસે પદ માટે બહોળો અનુભવ અને કાબેલિયત છે. ખુદ નાસા વાત કહી છે. સોમવારે રાતે નાસાએ એક નિવેદનમાં કહ્યું- ભવ્યા દરેક રીતે પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની નહીં, પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે. ઘણાં અમેરિકન પણ સ્થાન પર બિરાજવા માટે કતારમાં હતાં. જોકે, પદ માટે ભવ્યા બાઈડેનની પહેલી પસંદ હતાં.

ભવ્યા લાલ ભારતીય મૂળના અમેરિકન છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ જો બાઈડેનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે. તેમની પાસે સ્પેસ ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો બહોળો અનુભવ છે. તેઓ ૨૦૦૫થી ૨૦૨૦ સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટ (એસટીપીઆઈ)ના ડિફેન્સ એનેલિસિસ વિંગમાં મેમ્બર અને રિસર્ચર રહ્યાં છે. ભવ્યા સતત બેવાર નેશનલ ઓસિયાનિક એડમિનિસ્ટ્રેશન કમિટીને લીડ કરી ચૂક્યાં છે. ભવ્યાએ માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યું. પછી પબ્લિક પોલિસી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવી.

ભવ્યા લાલ સ્પેસ ટેક્નોલોજી અને પોલિસી કોમ્યુનિટીનાં એક્ટિવ સભ્ય છે. તેઓએ નેશનલ એકેડમી ઓફ સાયન્સની પેનલોની અધ્યક્ષ કે સહ અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ભવ્યા લાલ પહેલા વિજ્ઞાન અને ટેક્નોલોજી રિસર્ચ અને કન્સ્લટની ફર્મ સી-એસટીપીએસ એલએલસીના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

ભવ્યા લાલ નાસામાં પહેલાં એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર પણ રહી ચૂક્યાં છે. સ્પેસ રિસર્ચના મામલે અમેરિકાની મોટી કંપની સી-એસટીપીએસ એલએલસીમાં પણ ભવ્યા કામ કરી ચૂક્યાં છે. ત્યાર પછી તેઓ એનાં પ્રેસિડન્ટ પણ બન્યાં. પછી તેમને વ્હાઈટ હાઉસમાં સ્પેસ ઈન્ટેલિજન્સ કમિટીનાં મેમ્બર બનાવાયાં હતાં. અમેરિકન ન્યૂક્લિયર સોસાયટી અને ઈમર્જિંગ ટેકનોલોજી સાથે જોડાયેલી બે સરકારી કંપનીઓએ ભવ્યાને એડવાઈઝર તરીકે પોતાના બોર્ડમાં જગ્યા આપી હતી. એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તેમના કહેવાથી ફેરફાર કરાયા હતા. ભવ્યા લાલે સ્પેસ સેક્ટરમાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓ ઇન્ટરનેશનલ એકેડમી ઓફ એસ્ટ્રોનોટની સભ્ય રહી ચૂક્યાં છે. ભવ્યાએ પ્રતિષ્ઠિત માસાસ્યુસેટ્, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓએ પબ્લિક પોલિસીમાં વોશિંગટન યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કર્યા છે.

(8:21 pm IST)