Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ફ્રી લાન્સ જર્નાલિસ્ટ મનદીપ પુનિયાના જામીન મંજુર : સિંધુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલનનું કવરેજ કરતી વખતે ધરપકડ કરાઈ હતી : અન્ય પત્રકારોને જામીન ઉપર છોડી દીધા છતાં મનદીપને કેમ નહીં ? : કાયદા મુજબ જેલ અપવાદ છે , જામીન આપવાનો નિયમ છે : દિલ્હી કોર્ટની ટકોર

ન્યુદિલ્હી :  સિંધુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલનનું કવરેજ કરતી વખતે ધરપકડ કરાયેલા ફ્રી લાન્સ જર્નાલિસ્ટ મનદીપ પુનિયાના જામીન દિલ્હી એ મંજુર કર્યા છે.

નામદાર કોર્ટએ પોલીસને પૂછેલા સવાલમાં જણાવ્યું હતું કે અન્ય પત્રકારોની માફક તે પણ કવરેજ કરવા માટે તેની ફરજના ભાગરૂપે ગયો હતો.જો અન્ય પત્રકારોને જામીન ઉપર છોડી શકાતા હોય તો મનદીપને કેમ નહીં ?.જેના જવાબમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેની પાસે પત્રકાર તરીકેનું કાર્ડ ન હોવાથી તે શા માટે ત્યાં જઈ વિડિઓ શૂટિંગ કરી રહ્યો હતો તે બાબત શંકાજનક લાગવાથી તેને છોડ્યો નથી.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે તે પુરાવામાં ફેરફાર કરી શકે તેમ નથી.ઉપરાંત જામીન આપવા તે કાયદા મુજબ સાહજિક પ્રક્રિયા છે.જયારે જેલસજા અપવાદ છે.તેવી ટકોર સાથે જામીન મંજુર કર્યા હતા તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)