Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

વધુ ચેપી અને જીવલેણ તેવા કોરોના જંતુઓનું યુ.કે.માં આક્રમણ : સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળેલા કોરોના વાઇરસના જંતુઓ હવે યુ.કે.માં પણ જોવા મળ્યા : વેક્સીન પણ નાકામિયાબ નિવડી શકે તેવો વૈજ્ઞાનિકોનો અહેવાલ

લંડન : યુ.કે.માં કોરોના વાઇરસના જંતુઓ ફરીથી  આક્રમક બન્યા છે.જે વધુ ચેપી અને જીવલેણ છે. તેવો વૈજ્ઞાનિકોનો અહેવાલ હોવાનું બીબીસી ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

છેલ્લા ટેસ્ટ મુજબ સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળેલા કોરોના વાઇરસના જંતુઓ હવે યુ.કે.માં જોવા મળ્યા છે. જેને E484K તરીકે ઓળખવામાં આવ્યા છે. આ જંતુઓના મારણમાં વેક્સીન પણ નાકામિયાબ નીવડી શકે છે.જોકે આવા કેસ બહુ ઓછા જોવા મળ્યા છે.તેવું આઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)