Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

CBSE : ધો-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર :4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે.પરીક્ષા

બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર ટાઇમ ટેબલ જાહેર: કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો :15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓને પરિણામ મળી જશે.

નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

  કેન્દ્રીય શિક્ષણમંત્રી  રમેશ પોખરિયાલ નિશંકે પોતાના ટ્વિટર હેન્ડલ પર સીબીએસઈની તારીખો જાહેર કરી છે. બોર્ડ 4 મે 2021થી ધોરણ 10 અને ધોરણ-12ના મુખ્ય વિષયની પરીક્ષા શરૂ કરશે. કાર્યક્રમ અનુસાર 10 જૂન 2021 સુધી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. તો 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓને પરિણામ મળી જશે. 

(6:56 pm IST)