Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

‘આત્મનિર્ભર’ શબ્દ બન્યો ભારતની જીવાદોરી : વિશ્વમાં વધાર્યુ ગૌરવ

ઓક્સફોર્ડ દ્વારા હિન્દીનો ‘વર્ડ ઓફ ધી યર ૨૦૨૦’ ‘આત્મનિર્ભર’ જાહેર

નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ (Oxford)એ વર્ષ ૨૦૨૦ના હિન્દી શબ્દની પસંદગી કરી લીધી છે. ઓક્સફોર્ડ એ આત્મનિર્ભરતા (Aatmanirbharta)ને વર્ડ ઓફ ધી યર પસંદ કર્યો છે. ઓક્સફોર્ડ એ વર્ષ ૨૦૨૦ના હિન્દી શબ્દ (Hindi word of the year 2020)ની પસંદગી માટે સમિતિની રચના કરી હતી. આ સમિતિએ આત્મનિર્ભરતા શબ્દને વર્ષ ૨૦૨૦નો હિંદી શબ્દ પસંદ કર્યો છે. આ સમિતિએ ભાષા તજજ્ઞ કૃતિકા અગ્રવાલ, પૂનમ નિગમ, ઇમોજન ફોક્સેલ શામેલ હતા. ઓક્સફોર્ડ દર વર્ષે હિન્દી વર્ડ ફોર ધી યરની પસંદગી કરે છે. એ શબ્દની પસંદગી કરાય છે જે શબ્દ અભિવ્યક્તિને દર્શાવે છે અને તેનું સાંસ્કૃતિક મહત્વ પણ હોય. ઓક્સફોર્ડ લેંગ્વેજે નિવેદન જારી કરીને જણાવ્યુ કે, કોરોના મહામારીના શરૂઆતના મહિનામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૦ દરમિયાન આર્થિક પેકેજની જાહેરાત કરી હતી ત્યારે તેમણે એક દેશ તરીકે આત્મનિર્ભર બનવા ભાર મૂક્યો હતો. ઓક્સફોર્ડના ભારતીય વિભાગના અધિકારીએ કહ્યું કે, કોરોના વર્ષમાં આત્મનિર્ભરતા શબ્દને અર્થવ્યવસ્થામાં સુધારણા તરીકે જોવામાં આવે છે. કૃતિકા અગ્રવાલે કહ્યું કે, અમારી પાસે ઘણા શબ્દો હતા પરંતુ આત્મનિર્ભરતાની પસંદગી કરાઇ છે કારણ કે આ શબ્દે લાખો-કરોડો ભારતીયોએ કોરોના કાળમાં મેળવેલ ઉપલબ્ધીઓને માન્યતા આપે છે.

(6:03 pm IST)