Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

બ્રિટનમાં સમુદ્ર કિનારે ૪ વર્ષની બાળાને લુપ્ત થઇ ગયેલા ડાયનોસોરના પદચિન્હ દેખાયાઃ ૨૨૦ મિલીયન વર્ષ જુના હોવાની શક્યતાઃ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન

બ્રિટનમાં સમુદ્ર કિનારે એક ચાર વર્ષની બાળકી લીલી વાઈલ્ડરને લુપ્ત થઈ ગયેલા ડાયનાસોરના પદચિન્હ દેખાયા હતા. આ પદચિન્હ 220 મિલિયન વર્ષ જૂના છે.

બાળકીના શોધ પર થશે રિસર્ચ

લીલી વાઈલ્ડર નામની ચાર વર્ષની બાળકી દક્ષિણ વેલ્સમાં બેરી પાસે ફરવા નીકળી હતી. આ દરમિયાન તે સમુદ્ર પાસે એક નાની પહાડી પર પહોંચી હતી, જ્યાં તેને લુપ્ત થઈ ચૂકેલા ડાયનાસોરના પદચિન્હ દેખાયા હતા. વેલ્સ મ્યૂઝિયમે માહિતી આપતા જણાવ્યું કે, બાળકીની આ શોધ ડાયનાસોરના પગની વાસ્તવિક સંરચના સમજવામાં બહુ જ મદદગાર સાબિત થશે.

લીલીના પિતાએ માહિતી આપી

લીલીના માતાએ એક નિવેદનમાં કહ્યું કે, લીલીએ ડાયનાસોરના પદચિન્હ જોયા હતા અને કહ્યું કે, ડેડી જુઓ આ શું છે. જ્યારે તેના પિતાએ તેની તસવીર લીધી હતી અને મને આવીને બતાવ્યું હતું. ત્યારે મને પણ આ અદભૂત લાગ્યુ હતું. તેના બાદ રિચર્ડે એક્સપર્ટનો સંપર્ક કર્યો હતો.

પહેલા પણ મળ્યા છે ડાયનાસોરના પુરાવા

વેલ્સ મ્યૂઝિયમમાં જીવાશ્મિ સાયન્સ ક્યૂરેટિવ સિન્ડી હાર્વેલ્સે કહ્યું કે, આ સ્થાન પર પહેલા ડાયનાસોર હોવાનું કહેવાય છે. તે પહેલા જ સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ લીલીને જે પદચિન્હ મળ્યા છે તે અત્યાર સુધીના સૌથી સારા નમૂના છે.

પદચિન્હ સુરક્ષિત કરાયા

People.com ના જણાવ્યા અનુસાર, નેચરલ રિસોર્સ વેલ્સની પરમિશન બાદ પદચિન્હને સમુદ્ર તટથી કાયદાકીય રીતે હટાવી લેવાયા છે. તેમજ વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ માટે નેશનલ મ્યૂઝિયમ કાર્ડિફમાં તેને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

પદચિન્હ લગભગ 4 ઈંચ લાંબા છે. માનવામાં આવે છે કે, આ ડાયનાસોરની લંબાઈ 8 ફીટ રહી હશે. વેલ્સ મ્યૂઝિયમના હાર્વેલ્સે કહ્યું કે, આ શોધથી જીવશ્મી સાયન્સના વિજ્ઞાનિકોને ડાયનાસોર સાથે જોડાયેલ રિસર્ચમાં બહુ જ મદદ મળશે. જોકે, આ ક્ષેત્રમાંથી જીવાશ્મીના હાડકા મળ્યા નથી. સૈલી વાઈલ્ડરે જણાવ્યું કે, લીલીના દાદીએ પરિવારને સ્થાનિક એક્સપર્ટસને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

(5:35 pm IST)