Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

સુશાંતસિંહ રાજપુતના ખાસ મિત્ર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર રૂષિકેશ પવારની ડ્રગ્સ કેસમાં ઍનસીબી દ્વારા ધરપકડ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં એનસીબી એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. હવે એનસીપીએ સુશાંત સિંહ રાજપૂતના એક ખાસ મિત્ર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઋષિકેશ પવારની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની તપાસ પોલીસ ગત મહિનાથી કરી રહી હતી.

8 જાન્યુઆરીથી શરૂ થઈ તપાસ

અગાઉ કેસમાં મળેલી ગતીમાં સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારનું નામ સામે આવ્યું હતું. 8 જાન્યુઆરીના સામે આવેલા સમાચાર અનુસાર એનસીબીએ ઋષિકેશ પવારની તપાસ શરૂ કરી હીત. ઘણા દિવસોથી ચાલી રહેલી શોધ બાદ હવે ઋષિકેશ પવાર પકડાયો છે.

અગાઉ થઈ હતી પૂછપરછ

તમને જણાવી દઇએ કે, ઋષિકેશ પવાર સાથે ડ્રગ્સ મામલે એનસીબીએ અગાઉ પણ પૂછપરછ કરી હતી. એનસીબીની સામે એક ડ્રગ્સ સપ્લાયરે ઋષિકેશ પવારનું નામ લીધું હતું, ત્યારબાદ તેને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. આ મામલે ધરપકડના ડરથી પવારે અગોતરા જામીન અપીલ પણ કરી હતી, પરંતુ રાહત મળી શકી ન હતી.

7 જાન્યુઆરીથી ફરાર

કોર્ટથી રાહત ન મળતા અને સમન્સ પર હાજર ન થવા પર જ્યારે એનસીબી ટીમ ચેમ્બુરમાં પવારના ઘરે પહોંચી હતી તો જાણવા મળ્યું હતું કે, તે એક દિવસ પહેલા એટલે કે 7 જાન્યુઆરીથી ફરાર થઈ ગયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઋષિકેશ તે લોકોમાં સામેલ હતો જે સુશાંસને ડ્રગ્સ પહોંચાડતો હતો.

ઘણા લોકો આવ્યા છે NCBની ધરપકડમાં

તમને જણાવી દઇએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એક બાદ એક કાર્યવાહી કરી છે. આ ડ્રગ મામલે ઘણા લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઘણા બોલીવુડ સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ કડીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બોલીવુડ સ્લેબ્સના ગેજેટ્સની તપાસ શરૂ કરી છે.

(5:33 pm IST)