Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

કાળાનાણાને સફેદ કરવાનું વોશીંગ મશીન છે ભાજપ

ભાજપા ગેસનો એવો ફુગ્ગો છે જે ફકત મીડીયામાં જ ઉડે છે : મમતા બેનર્જી

કોલકતા, તા. ર :  પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે ભાજપા પર નિશાન તાકતા કહ્યું કે ભાજપા ગેસનો એક ફુગ્ગો છે. જે ફકત મીડીયામાં જ ઉડે છે અને તે કલંકિતો માટે વોશીંગ મશીન પણ છે. બેનર્જીએ કહ્યું કે ટીએમસી છોડીને ભાજપામાં જનારા લોકો એટલા માટે જ ભાજપામાં ગયા છે જેથી તેમણે જે પૈસા ભેગા કર્યા છે. તેને સુરક્ષિત રાખી શકાય.

મમતા બેનર્જીએ નેતાજી ઇનડોર સ્ટેડીયમમાં આયોજીત અખિલ ભારતીય વ્યાજબી ભાવની દુકાન ડીલર સંઘના રાજયકક્ષાના સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ચિંતાની કોઇ વાત નથી. માં, મારી અને માનુષ સરકાર રાજયમાં પોતાની સતા જાળવી રાખશે. ભાજપા ગેસનો એવો ફુગ્ગો છે જે ફકત મીડીયામાં જ ઉડે છે. તેમની પાસે નાણા છે અને રસ્તા પર પોતાના ઝંડા ફરમાવવા એજન્સીઓનો ઉપયોગ કરે છે તેમણે કહ્યું કે એને એમ કરવા દો અને મીડીયામાં જીવતા રહેવા દો ટીએમસી તમારા દિલોમાં જીવશે.

બેનર્જીએ કહ્યું કે આ ડાકુઓએ અચાનક બહુ રૂપિયા ભેગા કરી લીધા છે. હવે તેઓ ભાજપા નામના વોશીંગ મશીન પાસે જઇ રહ્યા છે, જયાં તેઓ કાળુ નાણું નાખીને સફેદ નાણું બહાર કાઢી રહ્યા છે. તેઓ ફકત પૈસા માટે જ ત્યાં જઇ રહ્યા છે, બીજુ કોઇ કારણ નથી. હું તેમને ચૂંટણીની ટિકિટ નહોતી આપવાની. જે લોકોએ ખરાબ કામ કર્યા છે. તેને હું ટીકીટ શું કામ આપું? તેમના બદલે હું નવા લોકોને ટિકિટ આપીશ તો પ્રજા ખુશ થશે.

(4:03 pm IST)