Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અમેરિકામાં ૧૦ વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન 'ઓરલેના' ત્રાટકયું : ૨૦ રાજ્યમાં ભારે હિમવર્ષા : ૧ હજાર ફલાઇટો રદ્દ

ન્યૂયોર્ક તા. ૨ : ટાઈમ્સ સ્કવેર ન્યૂયોર્કમાં બરફની ચાદર પથરાઈ છે. અહીં રહેણાક વિસ્તારો અને માર્ગો પર બે ફૂટની ચાદર પથરાઈ હતી. આ કારણે વિન્ટર ઈમર્જન્સી જાહેર કરાઈ હતી.

કેપિટલ હિલ, વોશિંગ્ટનમાં હિમાચ્છાદિત માહોલમાં સુરક્ષા માટે તહેનાત સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા છે. વોશિંગ્ટન અને બોસ્ટનમાં ૧૦ ઈંચથી વધુ હિમવર્ષા થઇ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે હિમવર્ષાને લીધે ૪૦૦થી વધુ માર્ગ અકસ્માત સર્જાયા હતા. ૩૦૦થી વધુ વાહનો માર્ગો પર અટવાયાં હતાં.

પિલસેન, શિકાગોમાં બરફના થર દૂર કરતા કર્મચારીઓ. અમેરિકામાં ખરાબ હવામાનને લીધે ૧૦૦૦થી વધુ ફલાઈટો રદ કરાઈ હતી. ન્યૂયોર્ક એરપોર્ટ ઓથોરિટીએ ૮૧ ટકા ફલાઈટો રદ કરી હતી. આ કારણે અનેક યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તોફાનને લીધે આજે ભારે હિમ વર્ષા થઈ શકે છે.

(3:53 pm IST)