Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

૨ ફેબ્રુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, રાજવીઓના ઈતિહાસમાં આજે અજીબ ઘટના બની હતી. ૧૮૩૫ની સાલમાં આજના દિને સિકકીમના મહારાજે રૂ.૩૫ કરોડમાં દાર્જીલીંગ વેચી માર્યું હતું.

૧૫૦૯ની સાલમાં આજના દિને દીવ પાસે પોર્ટુગલ અને તુર્કી વચ્ચે ભીષણ યુધ્ધ થયું હતું.

૧૫૫૬ની સાલમાં આજના દિને ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેમાં ૮ લાખ ૩૦ હજાર લોકોના મોત થયા હતા. ચીનના ઈતિહાસની આ બિહામણી ઘટના ગણાય છે.

લોકપ્રિય લેખક- પત્રકાર ખુશવંતસિંહનો આજે જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૧૫ની સાલમાં થયો હતો.

પ્રખર ગાંધીવાદી- સ્વાતંત્ર્ય સેનાની રાજકુમારી અમૃત કૌરનો આજે જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૮૮૯ની સાલમાં થયો હતો.

૧૯૪૯ની સાલમાં આજના દિને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા PTIની સ્થાપના થઈ હતી. ન્યૂઝની દુનિયામાં આ સંસ્થાએ દાયકાઓ સુધી એકચક્રી શાસન કર્યું હતું.

૧૯૫૩ની સાલમાં આજના દિને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની સ્થાપના થઈ હતી.

૧૯૫૯ની સાલમાં આજના દિને ઈન્દિરા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ઘણાં કોંગી નેતાઓ ઈન્દિરાજીના વિરોધમાં હતા. અમુકે તો કોંગ્રેસ છોડી દીધી હતી. જો કે ઈન્દિરાજીના આક્રમક નેતૃત્વએ માત્ર પક્ષમાં જ નહિ, દેશભરમાં પ્રભાવ જમાવ્યો હતો.

આજે અભિનેત્રી શમિતા શેટ્ટીનો જન્મ દિન છે. તેમનો જન્મ ૧૯૭૯ની સાલમાં થયો હતો. આજે ટીવી- ફિલ્મ અભિનેતા વિજય અરોરાની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૦૭ની સાલમાં થયું હતું.

(3:47 pm IST)