Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

સીતાના નેપાળ અને રાવણની લંકા કરતા રામના ભારતમાં પેટ્રોલની કિંમતો વધુ: ભાજપના સુબ્રહ્મણીયમ સ્વામીનું ટવીટ

-સ્વામીએ લખ્યું --રામના ભારતમાં પેટ્રોલની કિંમત 93 રુપિયા, સીતાના નેપાળમાં 53 રુપિયા અને રાવણની લંકામાં 51 રુપિયા

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની સરકારને ઘેરી છે સ્વામીએ કહ્યું છે કે રામના ભારતમાં સીતાના નેપાળ અને રાવણની લંકાની સરખામણીએ વધારે કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે.

ભાજપના નેતા સ્વામીએ મંગળવારે એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે રામના ભારતમાં પેટ્રોલની કિંમત 93 રુપિયા, સીતાના નેપાળમાં 53 રુપિયા અને રાવણની લંકામાં 51 રુપિયા છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે

(3:47 pm IST)