Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

રાજ્યસભામાં ખેડૂત આંદોલનના મુદ્દે ધમાલ : વિપક્ષનું વોકઆઉટ

નવી દિલ્હી તા. ૨ : રાજ્યસભામાં નિર્ધારીત કામકાજ સ્થગિત કરીને ખેડૂત આંદોલનના મુદ્દા પર તત્કાલ ચર્ચા કરવાની માંગ સ્વીકાર કરવામાં આવી નહિ તો કોંગ્રેસ, વામ, તૃણમૂલ કોંગ્રેસ, રાજદ, દ્રમુક વગેરે પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આ વિપક્ષી સભ્યોએ ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર બે મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી. સભાપતિ એમ વૈંકેયા નાયડુએ તેની માંગ અસ્વીકાર કરીને રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ગૃહમાં કાલે ચર્ચા થશે.

કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર આજે રાજયસભામાં જોવા મળી છે. વિપક્ષોના હોબાળા વચ્ચે કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

રાજયમાં આજે હંગામો ખત્મ થવાનું જોવા મળી રહ્યું નથી. સવારથી અત્યાર સુધીમાં ત્રીજી વખત સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષી દળ ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહ્યાં છે, જયારે રાજયસભાના ચેરમેન ચર્ચાથી ઇન્કાર કરી રહ્યાં છે.

કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળોએ રાજયસભામાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી, પરંતુ રાજયસભાના ચેરમેને આજે ચર્ચાને લઇને ઇન્કાર કર્યો. ત્યાર બાદ વિપક્ષોએ વોકઆઉટકરી દીધો.

વિપક્ષ સાંસદોએ રાજયસભામાં સૂત્રોચ્ચાર કર્યા, સરકાર મુર્દાબાદના નારાઓ સાથેખેડૂતવિરોધી કાળા કાયદાને પરત લેવાની ગૂંજ સંસદમાં સાંભળવા મળી. જો કે તેને લઇને રાજયસભાની કાર્યવાહી બીજી વખત સ્થગિત કરી દેવામાં આવી.

ખેડૂતોના મુદ્દા પર વિપક્ષ સંસદમાં સરકારને ચોતરફથી ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે. ગઇકાલે બજેટ બાદ આજે રાજયસભામાં વિપક્ષી દળોએ કૃષિ કાયદોનેખેડૂતવિરોધી બતાવીને સૂત્રોચ્ચાર કર્યા. કાર્યવાહી સ્થગિત થયા બાદ ૧૦.૩૦ વાગ્ય ફરી સદન શરૂ થયું, વિપક્ષી સાંસદોએ કૃષિ કાયદા વિરોધ સૂત્રોચ્ચાર શરૂ કરી દેતા ફરી ૧૧.૩૦ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ખેડૂતોના મુદ્દા પર રાજયસભામાં હંગામો યથાવત જોવા મળી રહ્યો છે. વિપક્ષી સાંસદોએખેડૂતવિરોધી કાળો કાયદો પર લેવાની નારેબાજી કરી. આ પહેલા કેટલાક વિપક્ષી દળોએ ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માગ કરી નોટિસ આપી પરંતુ રાજયસભાના ચેરમેન તરફથી આજે ચર્ચા માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ જીવીએલ નરસિંહ રાવે રાજયસભામાં શૂન્ય કાળ દરમિયાન નોટિસ આપી અને આંધ્ર પ્રદેશમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

(3:46 pm IST)