Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ભારતીય સંસ્કૃતિની 'આવક એટલા ખર્ચ'ની વ્યવસ્થા આદર્શ હતીઃ ૧૮૬૦થી બ્રિટીશરોએ બંધારણમાં ઘુસાડેલા બજેટ પહેલા કોઇ કરવેરા ન હતાઃ સુમનભાઇ કામદાર

રાજકોટ, તા., રઃ ભવ્ય આર્ય સંસ્કૃતિના અભ્યાસુ સુમનભાઇ કામદારે જણાવ્યું હતું કે ભારતની ભવ્ય સંસ્કૃતિમાં બજેટ જેવી કોઇ પ્રણાલી ન હતી.૧૮૬૦માં જયારે ઇંગ્લેન્ડના ઇકોનોમીક સેક્રેટરી વીલ્સન હતા અને ભારતના ગર્વનર જનરલ મી.કેનીંગ હતા ત્યારે બંધારણમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ પહેલા આવકવેરો, વેચાણવેરો, સંપતીવેરો, શિક્ષણ વેરો , પાણીવેરો જેવા કોઇ કરવેરા રાજા-રજવાડાના વખતમાં પણ ન હતા. બ્રિટીશરોએ થોપેલી આ વ્યવસ્થા ઉખાડી ફેંકે તેવા હિંમતવાન અને કદાવર નેતા હજુ સુધી કોઇ આવ્યું નથી. બજેટની સિસ્ટમના કારણે સંયુકત કુટુંબ વ્યવસ્થા સહીતની ભારતીય પરંપરાની કેટલીક આદર્શ વ્યવસ્થાઓ પડી ભાંગી છે. આ વિષે વર્તમાન રાજકીય નેતાઓએ પણ વિચારવું જોઇએ.

(3:46 pm IST)