Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

નવા વેજ કોડ બાદ બજેટમાં PF પર ટેકસ લાગુ કરવાની જાહેરાતથી મધ્યમ વર્ગને ડબલ નુકસાન થઈ શકે છે

બજેટ બાદ સેલરી અને રિટાયરમેન્ટ સેવિંગ્સ પર પડશે બમણો માર

નવી દિલ્હી, તા.૨: નિર્મલા સીતારમણ એ રજૂ કરેલું આ બજેટ સેલરી કલાસ માટે બમણો માર સાબિત થઈ શકે છે. નાણા મંત્રીએ સોમવારે ૨.૫૦ લાખ રૂપિયા વાર્ષિકથી વધુ પ્રોવિડન્ટ ફંડ યોગદાન પર ટેકસ લાગુ કરવાની જાહેરાત કરી છે. મોટાભાગના પગારદાર વર્ગ માટે નિવૃત્ત્િ। બાદની બચત માટે પ્રોવિડન્ટ ફંડ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. નવા વેજ કોડથી ટેક-હોમ સેલરી ઓછી થઈ જશે ઉપરાંત રિટાયરમેન્ટ સેવિંગ્સ ઉપર પણ મોટી અસર પડશે.

અત્યાર સુધી ટેકસ ફ્રી રિટર્ન માટે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ પર કોઈ કેપ નહોતી. ગયા વર્ષે જ બજેટમાં PF સ્કીમમાં મહત્ત્।મ ૭.૫ લાખ રુપિયાનું રોકાણ કરવાની મહત્ત્।મ મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ માં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયાના રોકાણ બાદ વિડ્રોલના સમયે ટેકસ આપવો પડશે.

તેની સાથે જ વેજ કોડ ૨૦૧૯માં મહેનતાણાની નવી પરિભાષાથી માલુમ થાય છે કે પીએફમાં કર્મચારીઓનું યોગદાન વધારવામાં આવશે. તેનાથી તેમની ટેક-હોમ સેલરી દ્યટી જશે. તે મુજબ, સરકારે કુલ કમ્પનસેશનની રકમ પર ૫૦ ટકા પર કેપ લગાવી છે. તેનાથી નિયોકતાઓ પર ખર્ચનું ભારણ વધશે અને કર્મચારીઓની ટેક-હોમ સેલરી પણ ઓછી થઈ જશે.

નવા નિયમના પાલન માટે નિયોકતાઓને બેઝિક પેના રેશિયોને વધારવો પડશે અને તેના પરિણામ સ્વરૂપ નિયોકતા અને કર્મચારીનું યોગદાન વધી જશે.

બચત પર કેવી રીતે થશે અસર?

ઉદાહરણ તરીકે સમજીએ તો, માની લો કે લાલજી નામની એક વ્યકિતની બેઝિક મંથલી ઇન્કમ ૧ લાખ રુપિયા અને તેનું પીએફ યોગદાન ૨૦ હજાર રૂપિયા છે. માની લો કે નવો વેજ કોડ લાગુ થવાથી તેમનું પીએફ યોગદાન વધીને ૨૫ હજાર રૂપિયા થઈ જાય છે તો તેમની ટેક-હોમ સેલરી ૫ હજાર રૂપિયા દર મહિને ઓછી થઈ જશે. ૨૫ હજાર રૂપિયાના હિસાબથી તેમના પીએફમાં વાર્ષિક યોગદાન ૨.૫ લાખથી વધુ થઈ જશે, એવામાં બજેટની ઘોષણા બાદ લાલજીને તેની પર ટેકસ આપવો પડશે. આ રીતે તેમની બચત ઉપર પણ તેની અસર પડશે.નોંધનીય છે કે, નવો વેજ કોડ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાસ કરવામાં આવ્યો હતો જે ૧ એપ્રિલ ૨૦૨૧થી લાગુ પણ થઈ જશે.

(3:44 pm IST)