Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત

દર ૫ માંથી ૧ ચીની નૌસૈનીક માનસીક બીમાર : ડર -બેચેની જેવી સમસ્યાઓ

બીજીંગ,તા.૨ : દક્ષિણ ચીન સાગરમાં નાભિકીય સબમરીન ઉપર કામ કરનાર  દર પાંચમાંથી એક ચીની સૈનીક માનસીક બીમાર થયા છે. શંધાઇના નૌસૈનીક ચિકિત્સકીય યુનિ. દ્વારા ૫૦૦નૌસૈનિક અને અધિકારીઓ ઉપર કરાયેલ અધ્યયનમાં એ નિષ્કર્ષ સામે આવેલ. ૨૧ ટકા નૌસેનાકર્મીઓએ સ્વીકાર કરેલ કે તેમને માનસીક રીતે કોઇને કોઇ સમસ્યા છે. તેઓ ધબરાહટ, ડર, બેચેની જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચીને હાલના વર્ષોના દક્ષિણ ચીન સાગરમાં પોતાના સૈનિકોની તૈનાતી વધારી છે.

દક્ષિણ ચીન સાગરમાં ચીન લગભગ ૧.૩ મીલીયન વર્ગ માઇલના પોતાના સંપ્રભુ વિસ્તારના રૂપમાં દાવો કરે છે. મલેશીયા, બુનેઇ, ફીલીપીન્સ, તાઇવાન અને વિયેટનામના ક્ષેત્રોમાં કૃત્રિમ ટાપુઓ ઉપર સૈન્ય ઠેકાણાઓનુ નિર્માણ કરી રહ્યું છે.

(1:10 pm IST)