Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

બુધ-ગુરૂ પહાડી અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે

પંજાબથી લઇ બિહાર સુધી ગગડી રહયો છે ઠંડીનો પારો

નવી દિલ્હીઃ ઠંડીના કહેર વચ્ચે દેશના પર્વતીય અને મેદાની રાજયોમાં ૩ અને ૪ ફેબ્રુઆરીના રોજ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે તા.૩ના દેશના પર્વતીય ભાગોમાં તેમજ  પંજાબ, હરીયાણા અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં વરસાદ પડશે.

ઉત્તર-પશ્ચિમ ભારત, ગંગાના મેદાનો,  પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં એકધારો ઠંડીનો દોર ચાલુ છે. પંજાબથી લઇ બિહાર સુધી લધુતમ તાપમાન ગગડી રહયું છે. કાતિલ ઠંડીનો દોર જોવા મળી રહયો છે. મધ્યપ્રદેશના ઉમરીયામાં લધુતમ તાપમાન રેકોડબ્રેક ૩ ડીગ્રી નોંધાયું હતુ.

(1:09 pm IST)