Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

સુપ્રીમ કોર્ટમાં હવે વકીલો રૂબરૂ હાજર થઇ શકશે : માર્ચ માસના પ્રથમ સપ્તાહથી ફિઝિકલ સુનાવણી માટે તૈયારીઓ શરૂ : ચીફ જસ્ટિસ શ્રી બોબડે સાથે ચર્ચા બાદ બી.સી.આઈ.ની ઘોષણાં

ન્યુદિલ્હી : લાંબા સમય સુધી વર્ચ્યુઅલ સુનાવણી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં વકીલો માર્ચ માસના પ્રથમ સપ્તાહથી રૂબરૂ હાજર રહી શકે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.નામદાર જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે સાથેની ચર્ચા બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ  ઉપરોક્ત નિર્ણય લીધો હોવાની ઘોષણાં કરી છે.અલબત્ત મર્યાદિત સંખ્યામાં હાથ ધરાનારી સુનાવણી દરમિયાન વકીલો તથા જજની અને સ્ટાફના આરોગ્યની જાળવણી માટે શું પગલાં લેવા તે અંગે નિયમો નક્કી કરાઈ રહ્યા છે.રૂબરૂ સુનાવણી માટે  દિલ્હી સ્થિત વકીલો હાજર રહી શકશે.તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા  કોવિદ -19 નિયમોનું પાલન કરવાનું રહેશે.

સાથોસાથ વર્ચ્યુઅલ સુનાવણી પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ માટે વકીલો ઈન્ટરનેટના માધ્યમથી વિડિઓ કોન્ફરન્સમાં જોડાઈ નહીં શકે તેવી સ્પષ્ટતા કરાઈ છે.માત્ર કેબલ ક્નેક્શનથી જોડાઈ શકશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)