Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

આજથી જ લાગી રહ્યો છે ટેક્ષ

નવા ટેક્ષથી ખાનપાનથી લઇને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

નવી દિલ્હી,તા. ૨: કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે એગ્રી ઈન્ફ્રા ડેવલપમેન્ટ સેસ ૨ ફેબ્રુઆરીથી લાગૂ થશે. એવામાં રોજિંદી ચીજો અને અનેક પ્રોડકટ મોંઘી થશે. તેની અસર તમારા ખિસ્સા પર આજથી જ શરૂ.

કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર આજથી એગ્રી ઈન્ફ્રા ડેવલપમેન્ટ સેસ ૨ ફેબ્રુઆરીથી લાગૂ થશે. આ સમયે તમારી રોજની જરૂરિયાતની ચીજો મોંધી થઈ શકે છે. આ સાથે જ તમારા ખિસ્સા પર કઈ વાતોમાં મોટી અસર થશે તે પણ જાણી લેવું જરૂરી છે.

મોટાભાગે લોકો સફરજન ખાવાનું પસંદ કરે છે. આ ૧૨ મહિના મળી રહે છે. જે કયારેક સસ્તું હોય છે અને કયારેક મોંઘુ, પહેલાની સરખામણીએ તે આજે મોંઘું થશે. સરકારે ૩૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી હવે તે મોંઘુ બનશે. આ સાથે ખાતર પર પણ ૫ ટકાનો સેસ લાગવાથી તે વધારે મોંઘું બની શકે છે.

સરકારે કાચા પામ તેલ પર ૧૭.૫ ટકા, કાચા સોયાબીન અને સૂરજમુખીના તેલ પર ૨૦ ટકાનો એગ્રી ઈન્ફ્રા સેસ લગાવ્યો છે. ગ્રાહકો પર કિંમતનો ભાર ન પડે તે માટે તેની પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. જો આવું ન થાત તો તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે.

બજેટમાં સોનું અને ચાંદી પર ઉત્પાદ શુલ્ક ૫ ટકા ઘટ્યો છે. તેને ૧૨.૫ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરાયો છે. તો સોના અને તાંદીના બિસ્કિટ પર પણ સીમા શુલ્ક ઘટ્યો છે. એવામાં એપ્રિલમાં સોનું અને ચાંદી સસ્તું થવાની શકયતા છે. સરકારે સોના અને ચાંદી પર ૨.૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. એવામાં તાત્કિાક રીતે કિંમતોમાં વધારો પણ શકય છે.

બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટરનો એગ્રી ઈન્ફ્રા સેસ લાગ્યો છે. એવામાં તેની કિંમતો વધવાની શકયતા છે. જો કે આ ખાસ કરીને કંપનીઓ પર નિર્ભર રહે છે.

આજથી દારૂ પીવો મોંઘો થશે કેમકે બજેટમાં એલ્કોહોલિક બેવરેજ પર ૧૦૦ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવાયો છે. આ રીતે દારૂ પીવાનું બમણું મોંઘું થઈ શકે છે. એટલે કે જે વ્યકિત પહેલાં ૨૦૦ રૂપિયા ખર્ચ કરતો હતો તેને હવે એટલી જ કોન્ટિટી માટે ૪૦૦ રૂપિયા ખર્ચ કરવાના રહેશે. (૨૨.૫)

આ ચીજો પર સરકારે બજેટમાં લગાવ્યો એગ્રીકલ્ચર સેસ

. પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશઃ ૨.૫ રૂપિયા અને ૪ રૂપિયા

.સોના ચાંદી પર ૨.૫ ટકા

.દારૂ પર ૧૦૦ ટકા

.કાચું પામ ઓઈલ પર ૧૭.૫ ટકા

.કાચા સોયાબીન અને સૂરજમૂખી તેલ પર ૨૦ ટકા

.સફરજન પર ૩૫ ટકા

.યૂરિયા અને ફર્ટિલાઈઝર પર ૫ ટકા

.વટાણા પર ૪૦ ટકા

.કાબૂલી ચણા પર ૩૦ ટકા

.મસૂર પર ૨૦ ટકા

.કપાસ પર ૫ ટકા

(11:20 am IST)