Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અઢી લાખથી વધુ રૂપિયા PFમાં જમા કરાવનારાઓને ફટકો : હવે ભરવો પડશે ટેકસ

પીએફમાં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને આ બજેટમાં મોટો ફટકો પડ્યો છે

નવી દિલ્હી,તા ૨: પીએફમાં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને આ બજેટમાં મોટો ફટકો પડ્યો છે. સારી કમાણી કરનારા લોકો અત્યાર સુધી ટેકસ-ફ્રી હેવન તરીકે પીએફનો ઉપયોગ કરતા હતા પરંતુ બજેટમાં તે છૂટને ખતમ કરી દેવામાં આવી છે. એક વર્ષમાં ૨.૫ લાખથી વધારે પ્રોવિડન્ટ ફંડ જમા કરવા પર મળતું વ્યાજ હવે ટેકસના દ્યેરામાં આવી ગયું છે. આનાતી ઊંચી આવક ધરાવતા પગારદારોની સીધી અસર થશે જે ટેકસ ફ્રી ઈન્ટરેસ્ટ કમાવનારા માટે વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડનો ઉપયોગ કરતા હતા.

 

આ પ્રથમ વખત નથી જયારે સરકારે પીએફના રૂપિયા પર ટેકસ લગાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. ૨૦૧૬દ્ગક્ન બજેટમાં પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ઈપીએફના ૬૦ ટકા પર મળેલા વ્યાજને ટેકસની મર્યાદામાં લાવવામાં આવ્યું હતું. જોકે, નવા ટેકસ વિરુદ્ઘ મોટા પાયે વિરોધ થયો હતો અને પ્રસ્તાવને પાછો લેવો પડ્યો હતો.

૨૦૨૧ના બજેટમાં યુલિપની કલમ ૧૦ (૧૦ ડી) અંતર્ગત એક વર્ષમાં ૨.૫ લાખ રૂપિયાથી વધારે પ્રીમિયમ પર ટેકસ ચૂટને હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, આ વર્તમાન યુલિપ પર લાગુ નહીં થાય ફકત આ વર્ષે ૧ ફેબ્રુઆરી બાદ વેચવામાં આવેલી પોલિસી માટે હશે.

આની સૌથી મોટી અસર ક્રીમી લેયરને થશે. આ વખતે આ પ્રસ્તાવ વિરુદ્ઘ લોકોનો આક્રોશ ઓછો થઈ શકે છે કેમ કે તેનાથી પગારદારોમાં ફકત ક્રીમી લેયરને જ અસર થઈ શકે છે. આને આ રીતે સમજીએ કે ૨.૫ લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદાનો મતલબ એ છે કે પીએફ (દર મહિને ૧.૭૩ લાખ રૂપિયા સુધીની બેઝિક સેલેરી)માં દર મહિને ૨૦,૮૩૩ રૂપિયા જમા કરાવવામાં આવે તો ટેકસથી બચી શકાય છે.

બીજી તરફ ૧ એપ્રિલથી નવો વેઝ કોડ પણ આવવાનો છે જેમાં નિર્ધારીત કરવામાં આવ્યું છે કે બેઝિક સેલેરી વ્યકિતની કુલ આવકના ઓછામાં ઓછા ૫૦ ટકા હોવી જોઈએ. તેનો મતલબ છે કે વધારે બેઝિક સેલેરી સાથે સ્ટ્રકચર બદલાશે અને તેવામાં જાતે જ પીએફમાં યોગદાન વધશે.

(11:18 am IST)