Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

દિલ્હીમાં છેલ્લા ૧૩ વર્ષમાં સૌથી ઠંડી રહી ફેબ્રુઆરીની શરૂઆત : ૨-૩ દિવસમાં વરસાદની શકયતા : સ્કાયમેટ

નવી દિલ્હી,તા. ૨: જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ હવે ફેબ્રુઆરીએ પણ છેલ્લા ૧૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જો કે હવામાનના ફેરફારના કારણે આવનારા ૨-૩ દિવસમાં દિલ્હીમાં વરસાદની શકયતા છે. સાથે જ દેશમાં સવાર અને સાંજના સમયે ઠંડી અનુભવાશે.

સ્કાયમેટના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૦૮માં પહેલી ફેબ્રુઆરીએ ૪.૧ ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. આ પછી ૨ ફેબ્રુઆરીએ ૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના અનુસાર હાલમાં પશ્યિમ વિક્ષોભ સક્રિય બન્યું છે અને તેના કારણે દિલ્હી એનસીઆરમાં વાદળ છવાયેલા રહ્યા. ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય વૃદ્ઘિ પણ નોંદ્યાઈ હતી.

મળતી માહિતી અનુસાર વરસાદના બાદ સામાન્ય ઠંડીનો અહેસાસ વધી શકે છે. દિવસે તડકો રહેવાથી શિયાળામાં શરદીથી રાહત મળશે. આ સાથે સોમવારે રાજધાનીનું ન્યૂનતમ તાપમાન સામાન્યથી ૩ ઓછું અને ૫.૩ ડિર્ગી સેલ્સિયસ અને અધિકતમ તાપમાનથી ૪ વધારે એટલે કે ૨૬.૪ ડિગ્રી રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં હવામાં ભેજનું અધિકતમ સ્તર ૧૦૦ ટકા અને ન્યૂનતમ ૩૮ ટકા રહ્યું હતું. આ કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં સામાન્ય ધુમ્મસ પણ રહી શકે છે. લોધી રોડ ૪.૬ ડિર્ગી સાથે સૌથી ઠંડો રહ્યો હતો. શિયાળાને જાન્યુઆરીના ૧૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તો શીતલહેરના કારણે ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

(11:41 am IST)