Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

શરૂ થશે ગોલ્ડ એક્ષચેન્જ : શેરની જેમ સોનું ખરીદી - વેચી શકાશે

દેશમાં ૨૫૦૦૦ ટન સોનુ લોકો પાસે છે : ૧૦-૧૨ હજાર ટન શ્રીમંતો પાસે છે જે બેંક લોકર કે કબાટમાં કેદ છે : સરકાર તે સોનું બહાર લાવવા માંગે છે : ગોલ્ડ એક્ષચેન્જ દેશની તકદીર બદલી શકે તેમ છે : સેબી રેગ્યુલેટર તરીકે કામ કરશે : ગોલ્ડ એક્ષચેન્જ ૧ વર્ષમાં કાર્યરત થશે : નિર્ણય ગેમચેન્જર સાબિત થશે

નવી દિલ્હી તા. ૨ : નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે બજેટ રજુ કરતી વેળાએ દેશમાં ગોલ્ડ એકસચેન્જ શરૂ થવાની જાહેરાત કરી હતી. તેમનો આ નિર્ણય ગેમચેન્જર સાબિત થઇ શકે તેમ છે. આ ગોલ્ડ એક્ષચેન્જમાં શેરની માફક સોનાની ખરીદી અને વેચાણ થઇ શકશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સરકારનો આ નિર્ણય દેશની તકદીર બદલી નાખે તેવો છે.

બજેટમાં તમે રાજકોષીય નુકસાનનો ઉલ્લેખ સાંભળ્યો હશે. સરકારી બેંકો અને સંપત્તિઓના પ્રાઇવેટાઇઝેશન પર વિપક્ષની મનાઇ અંગે પણ જાણ હશે પરંતુ સરકારના તે અભૂતપૂર્વ નિર્ણય વિશે જાણ થશે તો દેશને ખૂબ જ પ્રભાવિત કરતો એક નિર્ણય સામે આવ્યો છે.

દેશમાં હવે ગોલ્ડ એક્ષચેન્જની શરૂઆત થશે એટલે કે તમે પણ શેરની જેમ સોનુ ખરીદી અને વેચી શકશો. આર્થિક જાણકાર આ નિર્ણયને ભવિષ્યમાં મોટા ફેરફારની દસ્તક ગણાવી રહ્યા છે જે દેશનું નશીબ બદલાવી નાખશે.

નાણામંત્રી સીતારમણે બજેટ ભાષણમાં ગોલ્ડ એક્ષચેન્જ બનાવાનું એલાન કર્યું છેે. જેનું સંચાલન સેબી કરશે. સાધારણ ભાષામાં સમજીએ તો જે પ્રકારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં સ્ટોકની ટ્રેડીંગ થાય છે તે રીતે ગોલ્ડની ખરીદી - વેચાણ કરવામાં આવી શકશે એટલે કે ગોલ્ડના કારોબારને નવું સ્વરૂપ મળશે.

ભારતમાં સામાન્ય નિવેશક નફો કમાવા માટે અથવા તો સ્ટોક માર્કેટ સમાન ભાગે છે અથવા ફિકસ ડિપોઝીટ કરાવે છે પરંતુ લોકો ત્યાં રોકાણ ત્યારે કરે છે. જ્યારે બધુ જ સામાન્ય હોય. જ્યારે પણ વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા આવે છે તો વધુ પડતા રોકાણકારોની પ્રથમ પસંદ હોય છે સોનુ. આ વખતના બજેટમાં સોના - ચાંદીની કસ્ટમ ડયુટીને ઘટાડવામાં આવ્યો છે. મોદી સરકારે ૧૨.૫ ટકાથી ઓછી કરીને ૭.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. નાણામંત્રીના આ એલાન બાદ સોનું ૧૨૦૦ રૂપિયાથી વધુ સસ્તુ થયું છે.

ભારતમાં સોનાની માંગ ૩ પ્રકારે થાય છે પ્રથમ ઘરેણા માટે બીજું રોકાણ માટે અને ત્રીજું કેન્દ્રીય બેંક તેમની પાસે રીઝર્વ રાખવા માટે સોનું ખરીદે છે. આમઆદમી વર્ષોથી સોનામાં રોકાણ કરે છે તે પણ ત્યારે જ્યારે તેમાં પારદર્શિતાની ભારે કમી હોય છે જેને દુર કરવા માટે સરકાર ગોલ્ડ એક્ષચેન્જ બનાવા જઇ રહી છે. હવે સવાલ એ છે કે તે કઇ રીતે કામ કરશે? કારણ કે સોનુ અને ચાંદીમાં રોકાણ તો હજુ પણ કરવામાં આવે છે તેનું ખરીદી - વેચાણ તો હવે પણ થાય છે તો ગોલ્ડ એક્ષચેન્જ બન્યા બાદ શું કાંઇ ફેરફાર થશે?

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશન લિમિટેડના સચિવ સુરેન્દ્ર મહેતા સાથે વાતચીત કરી જેના મુજબ માનવામાં આવે તો સોનાથી માંડીને સરકારનો આ નિર્ણય ગેમચેન્જર સાબિત થશે. તેઓએ જણાવ્યું કે, ચીન - તુર્કીમાં ગોલ્ડ એક્ષચેન્જ છે. કોઇપણ સામાન્ય આદમી ગોલ્ડ ખરીદી શકશે. તમારે બ્રોકર પાસે જવું પડશે. જેવી રીતે શેરની ડિલિવરી થાય છે તેનો સૌથી મોટો ફાયદો છે, તેને જ્વેલર પર ભરોસો રહેતો નથી. પ્રાઇસ અને પ્યોરીટીનો ભરોસો રહેતો નથી. કયાંક ખોટો વ્યવહાર થઇ જાય નહિ. ફેક બિલ પણ આવી જાય છે. પ્યોરીટીની ગેરંટી આપે છે. બિલ વગર માલ આપશે નહિ. સંપૂર્ણ ટ્રેડમાં ટ્રાન્સપેરન્સી આવશે.

આશા છે કે આ ગોલ્ડ એક્ષચેન્જ આવતા વર્ષમાં કામ કરવાનું શરૂ કરી દેશે. જેનું મુખ્ય કામ સોનાની કિંમત નક્કી કરવાનું રહેશે. હાલમાં ભારતમાં સોનાના ભાવ પુરવઠો અને માંગથી નક્કી થાય છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ગોલ્ડ એક્ષચેન્જથી સંપૂર્ણ તસ્વીર બદલી જશે. નાના રોકાણકારો નિશ્ચિત થઇને તેમની મૂડી લગાવી શકશે. આ ભરોસાનું સૌથી મોટું કારણ સેબી છે જે બોમ્બે સ્ટોક એકસચેન્જ પર પણ નજર રાખે છે.

જ્યારે સમગ્ર વિશ્વ કોરોના ઝપેટમાં હતું. મહામારીથી દરેક નાના મોટા દેશની અર્થવ્યવસ્થા કથળેલી હતી. આ બધાની વચ્ચે એક અહેવાલે દરેકનું ધ્યાન ખેચ્યું હતું અને તે હતો સોનાનો ભાવ ત્યારે ભારતમાં સોનું અને ચાંદીના ભાવ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યા હતા.

(10:40 am IST)