Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

બજેટ ઝીંદાબાદ...શેરબજારમાં તોફાની તેજી યથાવતઃ સેન્‍સેકસ ઈન્‍ટ્રા-ડે ૫૦,૦૦૦ પાર

બજેટ બાદ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી ચાલુઃ બપોરે ૨ વાગ્‍યે સેન્‍સેકસ ૧૧૭૬ પોઈન્‍ટ વધીને ૪૯૭૭૭: નિફટી ૩૫૭ પોઈન્‍ટ વધીને ૧૪૬૩૮: ઓટો અને બેન્‍કીંગ શેરો તેજીના ઘોડા પર સવારઃ બે દિવસની તેજીથી રોકાણકારોના ચહેરા મલ્‍કી ઉઠયાં: ૨૦૨૧ના અંતે સેન્‍સેકસ ૬૧૦૦૦ થશેઃ મોર્ગન સ્‍ટેનલીનો દાવો

મુંબઈ, તા. ૨ :. ગઈકાલે રજૂ થયેલા બજેટ બાદ શેરબજારમાં ચાલી રહેલી તેજી આજે વધુ આગળ વધી છે. આજે પણ તોફાની તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે દરમિયાન સેન્‍સેકસે ફરી એક વખત ઈન્‍ટ્રા ડે ૫૦,૦૦૦ની સપાટી વટાવી છે. એકધારી તેજીથી રોકાણકારોના ચહેરા ફરી મલ્‍કી ઉઠયા છે.

આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૧૧૭૬ પોઈન્‍ટ વધીને ૪૯૭૭૭ ઉપર ટ્રેડ કરે છે જ્‍યારે નિફટી ૩૫૭ પોઈન્‍ટ વધીને ૧૪૬૩૮ ઉપર છે.

આજે પણ ઓટો અને બેન્‍ક શેરોમા તેજી ભભુકી રહી છે.

અલ્‍ટ્રાટેક ૬૧૫૭, એચડીએફસી બેન્‍ક ૧૫૬૧, એચડીએફસી ૨૭૧૫, એસબીઆઈ ૩૨૭, લાર્સન ૧૫૦૬, સ્‍ટાર ૮૯૭, ઈસજેક હેવી ૪૧૨, ટાટા મોટર્સ ૧૨૫, ટાટા મોટર્સ ૩૦૯, એકશન કન્‍સ્‍ટ્રકશન ૩૫૫, આઈઆઈએફએલ હોલ્‍ડીંગ ૧૯૩, એમ.એસ.ટી.સી. ૨૪૬, પીએનસી ઈન્‍ફ્રા. ૨૧૩, વેલ એન્‍ટર ૮૬, એકસીસ ૭૦૮, ટાઈટન ૧૪૯૭, રીલા. ૧૮૭૦, ટાટા એલેકસી ૨૮૬૩, વીબીએલ ૮૭૧, સેઈલ ૬૦ ઉપર ટ્રેડ કરે છે.

દરમિયાન મોર્ગન સ્‍ટેનલીએ કહ્યુ છે કે આ વર્ષના અંત સુધીમાં સેન્‍સેકસ ૬૧૦૦૦ની સપાટી વટાવી જશે.

(3:49 pm IST)