Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

હસિન મોહમ્મ્દ જહાંએ પતિ શમીને આપ્યો ઝાટકો:દીકરીને પોતાની સરનેમ આપી દીધી

મોહમ્મદ શમીની સરનેમને હટાવીને હસીન જ્હાએ પોતાની સરનેમ આપી

મુંબઈ : મોહમ્મદ શમી અને તેની પત્ની હસની જહાંના લગ્નેતર જીવનમાં ખુબ જ ખુબ જ અંધારૂં પ્રસરી ગયું છે. પહલા હસીન જહાંએ શમીની ખાનગી જિંદગીને જાહેરમાં મીડિયામં ઉછાળી અને હવે શમીને તેની દીકરીની જિંદગીથી અલગ કરી નાંખ્યો છે. તાજેતરમાં જ હસની જહાંએ પોતાની દીકરીની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરથી સાફ થઇ રહ્યું છે કે, હસની જહાં, શીમીને તેની દીકરીથી અલગ કરવા માંગે છે.

હસીને તાજેતરમાં જ પોતાની દીકરીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરમાં મોહમ્મદ શમીની સરનેમને હટાવીને પોતાની સરનેમ આપી હતી.આથી સાફ જાહેર થઇ રહ્યું છે કે, હસીન પોતાની જિંદગીથી શમીને દૂર કરવા માંગે છે.

શમી અને હસીનનાં અત્યાર સુધી તલાક તો નથી થયા પરંતુ હસીન પોતાની દીકરી સાથે ગણા સમયથી શમીથી અલગ રહે છે. હાલમાં તે સિંગલ મધરની જવાબદારી અદા કરી રહી છે. બંન્ને વચ્ચે ગત ગણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં છે.

 શમી અને હસીને વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ બાદ શમીની પત્નીએ તેના પર અન્ય મહિલાઓ સાથે સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. માત્ર આટલું જ નહીં શમી પર બળાત્કાર જેવો ગંભીર આરોપ પણ લાગી ચૂક્યો છે. શમી અને હસીનના અંગત જીવનને લઇ સોશિયલ મીડિયામાં ગણી ખબરો વાયરલ થઇ ચૂકી છે.

(12:50 am IST)